કોર્ટનો આદેશ:લાયજાની જમીન ઠગાઇ કેસના આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીઆઇડી ક્રાઇમે ફરિયાદી સાથે આરોપીને રાખી શરૂ કરી પુછતાછ

માંડવીના મોટા લાયજાના જમીનના મોટા કૌભાન્ડમાં સીઆઇડી ક્રાઇમના હાથે પકડાયેલા ત્રણ આરોપીને સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુજની ચીફ કોર્ટમાં છ દિવસના રિમાન્ડની માણગી સાથે શનિવારે રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓને ફરિયાદ સાથે રાખી વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે. લાયજામાં બોગસ દસ્તાવેજના આધારે કરોડોના કૌભાન્ડમાં લાબા સમયથી પોલીસ પડકથી દુર ભૂગર્ભમાં ઉતરી ગયેલા નાની ખાખરના આરોપી પ્રભુ રામ ગઢવી, માંવી પાંચોટિયાના કરશન કેશવ ગઢવી અને મોટા લાયજાના રમેશ કાનગર ગુસાઇને સીઆઇડી ક્રાઇમની ટીમે ભુજથી ઝડપી લીધા હતા.

આરોપીઓ દ્વારા માંડવી તાલુકાના લાયજા પોર્ટ નજીક જમીનોના ભાવ વધવાની લાલચે જેન્તીલાલ જેઠાલાલ ઠકકરના પરિવારજનોને બોગસ દસ્તાવેજના આધારે જમીનનોમાં રોકાણ કરાવીને દસ્તાવેજ ન બનાવી આપી 24 કરોડ જેટલી માતબર રકમનું કૌભાન્ડ આચર્યું હતું. જે પૈકી અગાઉ સીઆઇડી ક્રાઇમમાં મહેશભાઇ ઠકકર બાદ કુશલ ઠકકરે આરોપીઓ વિરૂધ ફરિયાદ નોંધાવતાં એસીબી દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓની ઠગાઇનો ભોગ બનેલાઓમાં નયનાબેન મુકેશભાઇ ઠકકર,મીનાક્ષીબેન પરેશભાઇ ઠકકર, મીતાબેન જયંતીભાઇ ઠકકર, મમતાબેન જયંતીલાલ ઠકકર, ભગવતીબેન ભાવેશભાઇ ઠકકરનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે આ બે ફરિયાદ ઉભરાંત હજુ ફોજદારી ફરિયાદ નોંધાવાય તેવી વકી છે.

સીઆઇડી ક્રાઇમે પકડાયેલા આ ત્રણે આરોપીઓની ધરપકડ કર્યા બાદ શનિવારે ભુજની ચીફ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કરતાં અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ એચ.આર.જેઠીએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી ગુનાની વધુ કડીઓ જાણવા ફરિયાદી સાથે બેસાડી આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...