આયોજન:આશાપુરા મંદિરે 24મો સુવર્ણકળશ પાટોત્સવ મહાયજ્ઞ સંપન્ન થયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરદ પૂનમે સવારથી વિધિ વિધાન સાથે મહોત્સવ ઉજવાયો
  • 37 દંપતીઓએ​​​​​​​ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હવન કર્યો

ભુજ આશાપુરા મંદિર એક પ્રાચીન મંદિરના સંકુલને વિશાળ અને દેવતાઓના સ્થાન નિર્મિત કરી મુખ્ય મંદિર પર સુવર્ણ કળશ સ્થાપનાના 24 માં વર્ષે શરદ પૂનમના સવારથી વિધિ વિધાન સાથે પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરના 37 દંપતીઓ સાથે દાતા પરિવારો મહાયજ્ઞમાં જોડાયા હતા. પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મંદિરના આરતી ગ્રુપના કાર્યકરો અને ભૂદેવોએ યજ્ઞ મંડપ, દેવતાનું સ્થાપન શણગાર, માતાજીનો મંડપ, પૂજા સામગ્રી સહિતની તૈયારીઓ કરી હતી. બુધવારે સવારે નવ વાગ્યે ગણપતિ પૂજન સાથે હવન વિધિ પ્રારંભ થઇ હતી.

કર્મકાંડી બ્રાહ્મણ આચાર્ય દ્વારા મા આશાપુરાના આહવાન આપી યજમાનોના હસ્તે સર્વ દેવોની પૂજા વિવિધ દ્રવ્યથી રાજોકત પૂજન કરાયું હતું. રાજ પરિવારના સભ્યો અને અન્ય પરિવારોએ માતાજીને માથું ટેકવી આશીર્વાદ લીધા હતા. દેશદેવી આશાપુરા માતાજીને 83 વર્ષમાં પ્રથમવાર મહારાણી પ્રિતિદેવીએ નિજ મંદિરમાં પ્રવેશ કરી આશીર્વાદ મેળવ્યા હતા. માતાના મઢ ખાતે પતરી વિધિના થોડા દિવસ અગાઉ જ તેમને ઝીલવાનો કોર્ટનો આદેશ પણ એક શુભ સંકેત હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. તથા તેમના હસ્તે ધ્વજ પૂજન કરાવવામાં આવ્યું હતું.

સુરેશ ઠકકર પરિવાર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેરા ઠાકોર મયુરધ્વજસિંહ પરિવાર, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ પરિવાર, કુંવર ઇન્દ્રજીતસિંહ, પૂજારી જનાર્દન દવે પરિવાર, અરુણાબેન વાસુદેવ પરિવાર, ક્ષત્રિય સમાજના અગ્રણી જોરાવરસિંહ રાઠોડ, હિતેશ પ્રભુદાસ સોની પરિવાર, વગેરેના હસ્તે મહારાણીને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે બાર વાગ્યે કેતન ગોહિલ ઓટકેસ્ટ્રા સંગાથે મહા આરતી થઈ હતી. પોણા વાગ્યાના શુભ મુહૂર્ત સાચવીને શ્રીફળ હોમવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...