તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:2001ના ભૂકંપની વાત ‘ધ ડે ઈન ભુજ શુક’ ડોક્યુમેન્ટરીમાં થશે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શું આપણી ઇમારતો સલામત છે? મુદ્દા સાથે

દુષ્કાળ, વાવાઝોડું, પ્લેગ કે કોવિડ- 19 જેવી મહામારી હોય કે પછી વિનાશક ભૂકંપ, ભયાવહ માહોલમાં રહીને સમસ્યાઓ તથા અછતને સહન કરવાની જાણે કચ્છી માડુની આદત બની ગઈ છે.​​​​​​ભુજના આજથી બે દાયકા પહેલા સર્જાયેલા વિનાશક ભૂકંપની દર્દનાક કહાણી સાથે ઉમ્મીદ, આશરો અને ભાવનાની અભિવ્યક્તિ કરાવશે પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર. ભુજમાં ફેલાયેલી આ અરાજકતાની વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ હતી, અને મદદ પહોંચતી કરી દેવાઈ હતી.

પણ શું આપણે એ સમસ્યામાંથી શીખ મેળવી? આપણું શહેર સલામત છે? આવા પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને “ ધ ડે ઈન ભુજ શુક “ નામથી તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી તા. 11 જૂનના ડિસ્કવરી પ્લસ એપ પર રજૂ કરવામાં આવશે. જેમાં અન્ય નિષ્ણાંતોના પરિસંવાદો ખુલાસા સાથે રજૂ કરવામાં આવશે, આ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું ત્યારથી આ મુદ્દો ટ્રેંડમાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...