સેવાકાર્ય:સુખપરનો 16 વર્ષીય તરુણ નિયમિત કોવિડ સ્મશાનમાં કરે છે સેવા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખપર ગામનો અને લેવા પટેલ સમાજ ભુજ સંચાલિત આર. ડી. કુમાર વિદ્યાધામનો 16 વર્ષીય વિદ્યાર્થી દિવ્યેશ પ્રેમજીભાઇ વેલાણી રોજ નિત્યક્રમથી ગામથી 2 કિમી દૂરના કોવિડ સ્મશાને સાયકલથી એક વખત આવીને દિવસ દરમિયાન અસ્તવ્યસ્ત થયેલા ઓરડામાં રખાતી અંતિમસંસ્કાર માટેની ઢગલાબંધ સામગ્રીને વ્યવસ્થિત રીતે ગોઠવવી, વધારાની વસ્તુઓનો નિકાલ કરવો અને આખા ઓરડાની અંદર બહાર સારી રીતે સફાઇ કરીને પછી નિર્ભયતા સાથે મૃતદેહની ચીતા માટે લાકડાં ગોઠવવા કે અગ્નિ સંસ્કાર સહિતના દરેક કામમાં સહયોગ આપવા સાથે દરેક કાર્યમાં સેવા આપી રહ્યો છે.

નાનપણમાં જ માતાપિતાને ગુમાવી ચુકેલા અને નાના-નાની પાસે રહેતા એક તેજસ્વી બહેનનો ભાઇ દિવ્યેશનું બોલવાનું ઓછું પણ કામ ખંત અને ઝડપથી કરી સ્વયંસેવકની સેવા બજાવી રહ્યો છે. કોરોનામાં ઘરની બહાર નીકળવું એ દરેકને માટે જોખમ હોવા છતાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે પૂરી સાવચેતી સાથે સમાજને પોતાનાથી શક્ય એટલી મદદ કરવાની ભાવના જ આવાં સંકટમાંથી બહાર કાઢશે.

અન્ય સમાચારો પણ છે...