તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વર્ધમાનનગરમાં જિનાલયના 11મા ધ્વજારોહણની ઉજવણી કરાઈ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના વર્ધમાનનગરમાં શીતલનાથ જિનાલયના અગિયારમા ધ્વજારોહણની સાધ્વીજી ચિંતનપૂર્ણા આદિથાણાની નિશ્રામાં ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ધ્વજાના મુખ્ય લાભાર્થી ભરતભાઈ જેચંદ મહેતાનું સંઘના પ્રમુખ અરવિંદભાઈ મહેતા, હોદ્દેદાર રમણીકભાઈ ચંદુરા, નરેન્દ્રભાઈ ચંદુરા, અમિતભાઈ ગાંધી, હસમુખભાઈ વોરા વગેરેના હસ્તે બહુમાન કરાયું હતું. પદ્માવતી દેવી ધ્વજાના લાભાર્થી હીનાબેન કિર્તીભાઈ સાતુંદા, મણિભદ્ર વીરની ધ્વજાના લાભાર્થી જીતુબેન દલીચંદભાઈ, સ્વામી વાત્સલ્યના દાતા ભરતભાઈ મહેતા, પરેશ કપુરચંદ મહેતા તથા અરવિંદભાઈ જખશીભાઈ મહેતા પરિવારનું બહુમાન કરાયું હતું.

ભગવાનના અઢાર અભિષેક રાખવામાં આવ્યા હતા. વિધિકાર તરીકે પંડિત દીપકભાઈ કોઠારી અને સંગીતકાર તરીકે પ્રણવભાઈ ગોરે સેવા આપી હતી. જિનાલયની શુદ્ધિકરણ તથા રંગોળી જ્યોત્સનાબેન, ઉજમબેન, તેજલબેન, ભાવિકાબેન, સીમલબેન, વિજયાબેન, દિપ્તીબેન, રમીલાબેને સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે સરપંચ જ્યોતિબેન, પાલીતાણા ધર્મશાળાના ટ્રસ્ટી કનકભાઈ વોરા, પ્રવીણભાઈ પારેખ, હીનાબેન ગાંધી, નીલમબેન ગાંધી, હંસાબેન ચંદુરા, નીતાબેન ચંદુરા, દક્ષાબેન ગાંધી, પુષ્પાબેન મહેતા, હેમલતાબેન લોદરીયા, ભાવનાબેન વોરા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક યુવા રાજેશભાઈ પારેખ, ચેતનભાઇ શેઠ, ગીરીશભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી, કુણાલ ગાંધી, બીપીનભાઈ વોરા, જીગર ખંડોર, દીપક મહેતા, મનોજ મહેતા, મનીષભાઈ, રમણીકભાઈ વગેરેએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો