તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદવીદાન:કચ્છ યુનિ.નો 10મો પદવીદાન સમારોહ આનલાઇન યોજાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અન્ડર ગ્રેજ્યુઅેશન અને પોસ્ટ ગ્રેજયુઅેશનના છાત્રોને ડિગ્રી અને ગોલ્ડ મેડલ અાપવા માટે કચ્છ યુનિવર્સિટીનો 10મો પદવીદાર સમારોહ અોનલાઇન માધ્યમથી યોજવામાં અાવશે. 29મીઅે યોજાનારા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી, ગર્વનર અને વીસીની હાજરીમાં 20 જેટલા ગોલ્ડમેડલની જાહેરાત પણ કરવામાં અાવશે.

કચ્છ યુનિવર્સિટી તરફથી અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ છાત્રોને ડિગ્રી અાપવા માટે પદવીદાન સમારોહ દર વર્ષે યોજવામાં અાવે છે, જો કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાને કારણે તારીખ અને સમયમાં વિલંબ થયો છે. અગામી 29મી જુનના સવારે 11 વાગ્યે અન્ડર ગ્રેજ્યુઅેશન અને પોસ્ટ ગ્રેજયુઅેશનના 6300 જેટલા જુદા જુદા વર્ગના છાત્રોને ડિગ્રી અર્પણ કરવા માટે અોનલાઇન પદવીદાન સમારોહ યોજવામાં અાવશે. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુલાધિપતી અને ગર્વનર અાચાર્ય દેવરથ, કચ્છ યુનિવર્સિટીના વી.સી. ડો. જયરાજસિંહ જાડેજા, રજીસ્ટ્રાર ડો. જી. અેમ. બુટાણીની અધ્યક્ષતામાં અા 10મો પદવીદાન સમારોહ અોનલાઇન યોજાશે. સમારોહમાં ડિગ્રી જાહેર થયા બાદ જે તે વર્ગના છાત્રોને ડિગ્રી તેમને પોસ્ટ મારફતે તેમના ઘરે મોકલવામાં અાવશે. ઉપરાંત અા પદવીદાન સમારોહમાં જુદી જુદી ફેકલ્ટીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રોને 20 જેટલા ગોલ્ડ મેડલની પણ જાહેરાત કરવામાં અાવશે. જે ગોલ્ડ મેડલ કચ્છ યુનિવર્સિટીમાં રાખવામાં અાવશે, જેના નામ જાહેર થાય તેમને કચ્છ યુનિવર્સિટી મધ્યેથી હસ્તગત કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...