તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસિધ્ધિની ભુખમાં ભાન ભુલાઇ:મૃતકને અગ્નિદાહ આપી તમે ધન્યતા અનુભવો છો, અમે દર્દ!, જિ. પં. પ્રમુખે લ્હાવો લીધો હોય એમ FBમાં પોસ્ટ મૂકી

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
વર્તમાન પ્રમુખની પોસ્ટ પર પૂર્વ પ્રમુખે આપ્યો જવાબ અને બાદમાં સુધારેલી પોસ્ટ. - Divya Bhaskar
વર્તમાન પ્રમુખની પોસ્ટ પર પૂર્વ પ્રમુખે આપ્યો જવાબ અને બાદમાં સુધારેલી પોસ્ટ.
 • પૂર્વ અધ્યક્ષાએ ટિપ્પણી કરતા, પી.એમ. કારાએ ભૂલ સુધારી

જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ રમેશ કારાએ સુખપરમાં કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપવાનો લ્હાવો લીધો હોય એમ ધન્યતા અનુભવ્યાની લાગણી સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા છે, જેથી પૂર્વ અધ્યક્ષાએ કટાક્ષ સાથે ટિપ્પણી કરી હતી કે, તમે ધન્યતા અનુભવી રહ્યા છો. પરંતુ, અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ. જોકે, બંનેના યુદ્ધમાં એકે ભૂલ સુધારી હતી અને બીજાએ ડિલીટ કરી હતી. પરંતુ, ત્યાં સુધી બંનેની લડાઈ ચર્ચાનો વિષય બની ગઈ હતી.

ભુજ તાલુકાના માધાપર ગામના પારુલ રમેશ કારા જિલ્લા પંચાયતનો પ્રમુખ પદ ભોગવે છે. તેઓ સોશિયલ મીડિયા પર સક્રીય પણ છે. તેઓ અવારનવાર તેમના વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લીધો હોય એની પોસ્ટ મૂકતા હોય છે. ભુજ તાલુકાના સુખપરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સેવિકા સમિતિ દ્વારા સુખપરના સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોની કરાતી અંતિમવિધિમાં તેઓ પણ જોડાયા હતા, જેથી તેમણે સોશિયડ મીડિયામાં એની ફોટો સાથે પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, સુખપર સ્મશાનમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી ચાલી રહી છે, જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. જે કપરી કામગીરી મેં જાતે નિહાળી. મેં પણ એક મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી. જેના ઉપર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કાૈશલ્યા જયંત માધાપરિયાએ ટિપ્પણી કરી હતી કે, ખૂબ ખૂબ આભાર બેન. તમે મૃતદેહને અગ્નિદાહ આપી ધન્યતા અનુભવી રહ્યા છો.

પરંતુ, અમે લાચારી અને દર્દ અનુભવી રહ્યા છીએ, જેમાં તેમણે બે હાથ જોડી આંખમાં આંસુ સાથેનો ઈમોજી પણ મૂકયા છે. જોકે, ત્યારબાદ હાલના પ્રમુખ પારુલ કારાએ પોતાની શબ્દોની ભૂલ સુધારીને પોસ્ટ મૂકી, જેમાં ધન્યતા અનુભવીની જગ્યાએ પરિવારને સાંત્વના આપી લખ્યું હતું.

બંને એક ગામ અને પક્ષના, છતાં હરીફ
બંને મહિલા અગ્રણીઓ એક ગામ માધાપરના છે. તેઓ બંને એક જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. આમ છતાં બંને એકબીજાના હરીફ હોય એમ સોશિયલ મીડિયામાં પોસ્ટ અને કોમેન્ટ યુદ્ધ જોવા મળતા રાજકારણીઓએ એનો પણ લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો