તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:થાણે પોલીસ એલસીબીને સાથે રાખી ભુજથી એક ચીટરને ઉઠાવી ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠગાઈ પ્રકરણમાં ફરિયાદીના સતત સંપર્કમાં રહેતા ઠગને ટ્રેક કરી ગાંધીનગરીથી દબોચી લેવાયો
  • આંધ્રપ્રદેશના યુવાનને 18 લાખના શીશામાં ઉતારી દેવાયા બાદ વધુ એક વખત ચિંટીગ કરવા બોલાવાયો હતો

આંધ્રપ્રદેશના યુવાનને ભુજના ચીટરોએ સસ્તા સોનાની લાલચે ૧૮ લાખના શીશામાં ઉતારી દેવાતા મહારાષ્ટ્રના થાણે પોલીસમાં ગુનો નોંધાયો હતો, ચિટીંગ કર્યા બાદ વધુ એક વખત ચિંટીગ કરવા માટે યુવાનને ભુજ બોલાવાયો હતો જેથી પોલીસે તેને સાથે રાખી ભુજ આવી લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી તેના નંબર ટ્રેક કરી દબોચી લેવાયો હતો.

મહારાષ્ટ્રની થાણે પોલીસ બુધવારે સાંજે આંધ્રપ્રદેશના ભોગ બનનારને સાથે લઇ ભુજ આવી પહોંચી હતી, ફરિયાદી એક વખત ચિટીંગવો ભોગ બની ચુકયો હતો તેમ છતાય એક ચીટરે તેને બીજી વખત શીશામાં ઉતારવા માટે ભુજ બોલાવ્યો હતો, જેથી તેણે પોલીસને જાણ કરી હતી અને થાણે પોલીસ ફરિયાદીને સાથે લઇ ભુજ પહોંચી હતી.

પશ્ચિમ કચ્છ એલસીબીનો સંપર્ક કરી ચિટરના નંબરથી લોકેશન ટ્રેસ કરાયો હતો, જે ગાંધીનગરીમાં માજી નગરસેવિકાના પુત્રની ઓફિસે બેઠો હોવાથી પોલીસ ત્યાં ધસી ગઈ હતી અને પોલીસે ચિટરના સંપર્કમાં પહેલો યુવાન રમજાન ઉર્ફે અભઇયો ગગડા (રહે. ભુજ) વાળાને ઉઠાવી ગઇ હતી. પોલીસે તેની સાથે રહેલા અન્ય શખ્સો કોણ છે તેની પુછતાછ શરુ કરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, આંધ્રપ્રદેશના યુવાનને થાણેમાં બોલાવી સસ્તા સોનાના નામે ભુજના યુવાનોએ ચિટીંગ કરી હતી, જે યુવાનોની શોધખોળ અને ઓળખ મેળવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માજી કોંગ્રેસી નગરસેવિકાના પુત્રના નંબર પણ દબોચાયેલા શખ્સના મોબાઇલમાંથી મળ્યા હતા જેથી તે ભુગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે થોડા મહિના પુર્વે નકલી નોટો પધરાવી બજારમાં ખરીદી કરનારા મધ્યપ્રદેશના દંપતીને આ જ શખ્સોઓ નકલી નોટ આપી હતી બાદમાં એસઓજીએ એ ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...