ખુલાસો:RTOમાં ડ્રાઇવિંગ ટ્રેક પર અન્ય રાજ્યની કારથી ટેસ્ટ આપી શકાય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં વિવાદ થતા કમિશનરને ફરિયાદ બાદ ખુલાસો

કોઇ પણ આરટીઓમાંથી કઢાવેલું ડ્રાઈવિંગ લાઈસન્સ દેશમાં માન્ય રહે છે પણ ગુજરાતમાં આરટીઓના ટેસ્ટ ટ્રેક પર માત્ર ગુજરાત પાર્સિંગનાં વાહન માન્ય છે તેવી હકીકતનું રટણ કરવામાં અાવતુ હતું. તાજેતરમાં વડોદરામાં વિવાદ થતા કમિશનરને ફરિયાદ કરાઇ હતી, દસ જ મિનિટમાં વડોદરા અાર.ટી.અો.માં તપાસના અાદેશ થયા હતા. ફરિયાદની તપાસ થતા ખુલાસો થયો હતો કે અન્ય રાજયના વાહનથી પણ અરજદાર લાયસન્સ ટ્રેક પર ટેસ્ટ અાપી શકે છે.

અાર.ટી.અો.ના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લાયસન્સ માટે અરજદારો અાવતા હોય છે, દરરોજ 200 જેટલા અરજદારો ટુ-ફોર વ્હીલરની ટેસ્ટ અાપવા માટે અાવે છે. વાહન ગુજરાત રાજયનો તેમજ હાઇસિક્યુરીટી નંબર પ્લેટ તેમજ અાર.ટી.અો.-પોલીસના નિયમોનું પાલન થતું હોય તેવી કારથી જ અરજદારો ટેસ્ટ અાપી શકે છે. અગાઉ ભુજની અાર.ટી.અો.માં ગુજરાત સિવાયના અન્ય રાજયના વાહન લઇને અાવેલા અરજદારોને ટેસ્ટ અાપવા ના પાડી દેવાતી હતી.

જો કે, વડોદરા અાર.ટી.અો.માં થયેલા વિવાદને કારણે કમિશનર તરફથી ખુલાસો થયો હતો. ગત સપ્તાહે વડોદરામાં રહેતા સિનિયર સિટીઝન મહારાષ્ટ્ર પાર્સિંગની કાર લઈ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા આવ્યા ગયા હતા,. જોકે ઓનલાઈન સોફ્ટવેરમાં કારનું રજિસ્ટ્રેશન થતું ન હતું. પુત્રની પૂણેમાં જોબ હોવાથી ત્યાં ખરીદેલી કાર અંગે આરટીઓ દ્વારા ગુજરાતમાં ટેક્સ ભરાયો છે કે નહીં તેવી પૂછપરછ હાથ ધરી હતી. આખરે તેમના પુત્ર ટ્રાન્સપોર્ટ કમિશનરને ઇ-મેલ કરી ધ્યાન દોર્યું હતું.

જે બાદ 10 મિનિટમાં જ આરટીઓને તપાસના આદેશ થતાં આરટીઓ દ્વારા ઘટનાનું રેકોર્ડિંગ કરી કમિશનર ઓફિસને મોકલાવ્યું હતું. વડોદરા આરટીઓ દ્વારા આ સિસ્ટમ ટૂંક સમયમાં ગાંધીનગરથી બદલાશે અને કોઈ પણ વાહનને ટેસ્ટ ટ્રેક પર માન્યતા અપાશે તેવું આશ્વાસન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...