તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શિક્ષકોને વેકેશન કામગીરીની વળતર રજા આપવામાં આવે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રા શિક્ષક સમાજની વિવિધ પ્રશ્નોની રજૂઆત

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી પાસે વિવિધ પ્રશ્નો બાબતે નિરાકરણ કરવા રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા મળેલ વૃક્ષારોપણ કાર્યક્રમને જિલ્લા સમાજે આવકાર અાપી સમગ્ર જિલ્લાના 9000 શિક્ષકો 50,000 થી વધુ વૃક્ષ વાવી વાતાવરણમાં ઓક્સિજન વધારવા પ્રયત્ન કરશે. તો ધોરણ 1થી 5 વાળી શાળા માં જ્યાં 2 કે 3 શિક્ષકો હોય અને મહેકમ પૂર્ણ હોવા છતાં બદલી પામેલ શિક્ષકો છુટા થઈ શકતા ન હતા તેમના માટે પ્રશ્ન હલ કરાતા તંત્રનો આભાર પણ માનવામાં અાવ્યો હતો.

સાથે સાથે HTAT મુ.શી કે જેમની સંખ્યાને લીધે બદલી થઈ છે તેમને મૂળ શાળા પરત આપવા તથા સીધી ભરતીથી જિલ્લા કેળવણી નિરીક્ષકમાં જનારને પગાર રક્ષણનો લાભ મળે તે અંગે રાજ્ય સંઘમાં ધારદાર રજૂઆત કરવામાં અાવી હતી. કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ વેકેશન દરમિયાન કોવીડ સેન્ટર પર કપરી કામગીરી કરેલ છે. તો વેકેશનમાં જે શિક્ષકોએ આવી કામગીરી કરી છે તેમને વળતર રજા આપવામાં આવે, કચ્છમાં ફરજ બજાવતા વર્ષ 2013 થી 2016 ભરતીના શિક્ષકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ તેમને જલ્દીથી પાછા આપવા, પ્રાથમિક શિક્ષકોની સર્વિસ બુક પગાર શાળા(ગ્રુપ શાળા) માં આપવામાં આવે, વારંવાર માહિતી માંગવામાં ન આવે તથા માહિતી આપવા માટે પૂરતો સમય આપવામાં આવે વગેરે રજૂઅાત કરવામાં અાવી હતી.

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયન સિંહ જાડેજા અને મહામંત્રી કેરણાભાઈ, કાર્યધ્યક્ષ હરદેવસિંહ અને ખજાનચી ધર્મેન્દ્રસિંહે રજૂઆત કરી હતી એવું રાજ્ય ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...