તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ:શિક્ષક સજ્જતા કસોટીને મળ્યો ફિક્કો પ્રતિસાદ : કચ્છમાં 8573 પૈકી 4203 માસ્તર ગેરહાજર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર તાલુકામાં 873 પૈકી માત્ર 2 જ શિક્ષકોઅે અાપી પરીક્ષા
  • સાૈથી વધુ ભુજ તાલુકાના 1770માંથી 1265 શિક્ષકો હાજર

રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શિક્ષક સંઘની મીલીભગતથી બહુ ગાજેલી શિક્ષક સજજતા સર્વેક્ષણ પ્રક્રિયા નિષ્ફળ રહી હતી અને કચ્છમાં કુલ 8573 શિક્ષકો પૈકી 4370 કસોટી ખંડ સુધી પહોંચ્યા હતા જયારે 4203 ગેરહાજર રહ્યા હતા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના નામે રાજ્યના શિક્ષણ વિભાગે પંચાયતી પ્રાથમિક શાળાઅોમાં ભણાવતા બે લાખ માસ્તરોની વર્તમાન ગુણવત્તા ચકાસવાનો પ્રયાસ કર્યો હતો.

મંગળવારે કચ્છમાં લેવાયેલી કસોટીનો ફિયાસ્કો થયો હતો. કચ્છની વાત કરીઅે તો જિલ્લાના ધોરણ 1થી 8માં બાળકોને ભણાવતા શિક્ષકો અને અાચાર્યો મળી કુલ 8573 પૈકી માત્ર 4370 માસ્તરોઅે પરીક્ષા અાપી હતી જયારે 4203 ગેરહાજર રહ્યા હતા. ધોરણ 1થી 5માં 2545, ધો.6થી 8માં લેંગ્વેજ અને અેસ.અેસ.માં 988 તેમજ મેથ્સ અને સાયન્સમાં 559 શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. સાૈથી વધુ ભુજ તાલુકાના 1770માંથી 1265 શિક્ષકો હાજર તો સાૈથી અોછા અંજાર તાલુકાના 873માંથી માત્ર 2 જ શિક્ષકોઅે પરીક્ષા અાપી હતી.

અંજાર શહેરના 169માંથી માત્ર 2 શિક્ષકોએ જ કસોટી આપી
કચ્છમાં એક માત્ર નગરપાલિકા સંચાલિત અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના 169 શિક્ષકો પૈકીના માત્ર 2 શિક્ષકો દ્વારા જ સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા આપવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષકો માટે અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ પરીક્ષાનો વિરોધ દર્શાવી કુલ 169 શિક્ષકોમાંથી 167 શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે હાજર રહેલા કુમાર શાળા નં. 1ના આચાર્ય માવજીભાઈ મહેશ્વરી અને શાળા નં. 16ના આચાર્ય મેહુલભાઈ દવેએ બે અલગ અલગ રૂમમાં બેસી સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કસોટીના સુપરવિઝન માટે કુલ 16 સુપરવાઇઝરોને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ માત્ર 2 પરીક્ષાર્થી હાજર રહેતા 16 પૈકીના 14 સુપરવાઇઝરો અન્ય પરીક્ષાર્થીઓની રાહ જોતા રહ્યા હતા.

જિલ્લા, તાલુકા સંગઠનમાં અુમક જૂથના વર્ચસ્વથી નારાજગી
શિક્ષક વર્તુળોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ગુરુજનોનું કહેવું છે કે, પરીક્ષા લેવી હોય તો વિશ્વાસમાં લઇ, યોગ્ય તૈયારી કરવા સમય અાપો, સજ્જતાની નીતિ, નિયત સ્પષ્ટ કરવી જરૂરી છે. અેકપણ શિક્ષક પરીક્ષાથી ભાગતો નથી કે, ડરતો નથી પરંતુ જે રીતે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાઅે વલણ લીધું તે પોતાના અંગત હિત માટે હોવાના અાક્ષેપો થઇ રહ્યા છે.

શિક્ષકોઅે અાક્રોશ સાથે કહ્યું હતું કે, કચ્છ સહિત રાજ્યમાં છેલ્લા દશ વર્ષથી જિલ્લા, તાલુકા, ઘટક, ગ્રૂપ પ્રતિનિધિઅો, અાચાર્ય સંઘ વગેરેમાં અમુક જૂથના વર્ચસ્વથી નારાજગી સપાટી ઉપર અાવી છે. દરમ્યાન રાજ્ય શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલે પણ સંઘના વર્તમાન વલણને અયોગ્ય ગણાવ્યું હતું.

268 પૈકી 111 અાચાર્યોઅે પણ પરીક્ષા ન અાપી
તાલુકાવાર 268 અેચટાટ અાચાર્યોમાંથી રાપર 6, ભચાઉ 27, અંજાર 43, ભુજ 15, અબડાસા 3, માંડવી 4, મુન્દ્રા 6 અને ગાંધીધામ તાલુકાના 7 મળી 111 અાચાર્યો ગેરહાજર રહ્યા હતા.

પરીક્ષાર્થીઅોની તાલુકાવાર સ્થિતિ

તાલુકોહાજરગેરહાજરકુલ
લખપત88290378
રાપર8764821358
ભચાઉ76809885
અંજાર2871873
ભુજ12655051770
નખત્રાણા74934783
અબડાસા156500656
માંડવી585237822
મુન્દ્રા303261564
ગાંધીધામ270214484
અન્ય સમાચારો પણ છે...