વેબિનાર:ટી.બી. મુક્ત ગુજરાત માટે ઔદ્યોગિક ગૃહો એકજૂટ બને

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના વેબિનારમાં ફોકીઆએ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું

ભારતમાંથી વર્ષ 2025 સુધીમાં ક્ષય રોગ નાબૂદ કરવા વડા પ્રધાને કરેલા આહવાનને આગળ ધપાવવા માટે યોજાયેલા રાજ્યકક્ષાના વેબિનારમાં ઔદ્યોગિક ગૃહો એકજૂટ થઇને આ અભિયાનમાં આગળ આવે તેવી હાકલ કરાઇ હતી.

એપોલો ટાયર્સ ફાઉન્ડેશન દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ફોકીઆ), યુ.એસ. એઇડ, ધ યુનિયન અને કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સી.આઈ.આઈ.) સાથે મળીને યોજાયેલા વેબિનારમાં જણાવાયું હતું કે, ટી.બી.ના કારણે વિશ્વભરમાં દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે. દર બે મિનિટમાં ટીબીથી થતા મૃત્યુને કારણે ભારત સૌથી વધારે પીડિત દેશોમાંનું એક છે. 50 લાખ કે તેથી વધુ વસ્તી વાળા રાજ્યોમાં ટીબી નિયંત્રણ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો પૈકીના ગુજરાતમાં ગયા વર્ષે ટીબીના લગભગ 1.6 લાખ નવા દર્દી નોંધાયા છે અને તેનો આંક ચાલુ સાલે 2 લાખ થવાની સંભાવના છે.

આ વેબિનારમાં મુખ્ય મેહમાન તરીકે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ - કેન્દ્રીય ટી.બી. વિભાગના ડો. કુલદિપસિંઘ સચદેવા ઉપસ્થિત રહ્યા હતા. આરંભે એપોલો ટાયર્સના વાઈસ પ્રેસિડેન્ટ- માર્કેટિંગ રાજેશ દૈયાએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. આભાર વિધિ રિનિકા ગ્રોવરે કરી હતી. વેબિનારમાં ગુજરાત અને કચ્છના ઉદ્યોગો ઔધોગિક સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ ના લગભગ 120 થી વધુ પ્રતિનિધિઓ એ ભાગ લીધો હતો તેમ ફોકીઆના અધ્યક્ષ નીમિષ ફડકેની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...