તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારને ચુનો:ભાડે ચાલતા વાહનોમાં પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસીથી કરોડોની ટેક્સ ચોરી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રાન્સપોર્ટર અને વીમા એજન્ટોની મિલીભગતથી આચરાય છે ગેરરીતિ
  • પ્રિમિયમ ઓછું આવતા નજીવા પૈસા બચાવવા માટે અપનાવાયો પેંતરો, પણ અંગત કામ માટે વાહન ઉપયોગ થતું હોય તો જ પ્રાઇવેટ કેરિયર વિમો લેવો પડે

રોડ પર દોડી રહેલા વાહનોનું જુદી જુદી કંપનીઓ વિમો ઉતારે છે, જેમાં વાહનની કામગીરીને લગતી વિમા પોલિસી હોય છે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી ભાડા પેટે ચાલતા વાહનોમાં પ્રાઇવેટ કેરિયર વિમો લઇ કરોડો રૂપિયાની સરકારની ટેક્સની આવકને ધુમ્બો લગાડાઇ રહ્યો છે. કચ્છ સિવાય અન્ય જિલ્લામાં પ્રાઇવેટ કેરિયર વિમાને ગુનો માનવામાં આવે છે ત્યારે અહીં ટ્રાન્સપોર્ટરો અને વિમા એજન્ટો તરફથી નજીવા પૈસા બચાવવા માટે પેંતરો અપનાવાયો છે.

પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસી એટલે કોઇપણ વાહન પર્સનલ કામ માટે ઉપયોગ લેવાતો હોય તો તે વાહનની દર વર્ષે પ્રાઇવેટ કેરિયર પોલિસી ઉતરાવાય છે જેની રકમ પણ ઓછી આવે છે. પ્રાઇવેટ કેરિયમ વિમા પોલિસીનું પ્રિમિયમ રેગ્યુલર પોલિસી કરતા ઓછું આવે છે જેથી પ્રિમિયમ પર ટેક્સ ઓછુ ભરાય છે. છેલ્લા થોડા સમયથી કચ્છમાં ભાડા પેટે ચાલતા વાહનોમાં પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસી ઉતરાવાય છે, ખરેખર ધંધામાં ચાલતા વાહનની પોલિસી જુદી જ આવે છે જેની રકમ વધારે હોવાથી રકમ બચાવવા માટે પ્રાઇવેટ કેરિયર પોલિસી લેવાય છે.

વિમા કંપનીના અમુક એજન્ટો અને ટ્રાન્સપોર્ટરો પૈસા બચાવવા માટે પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસી ઉતરાવી લેતા હોય છે જેના લીધે પ્રિમિયમ ઓછુ ભરવુ પડે અને ટેક્સ પણ ઓછુ ભરાય જેથી સરકારને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગે છે.

આર.ટી.ઓ. તરફથી કડક પગલા લેવાય તો ગેરરીતિ બંધ થાય
દરેક વાહન આર.ટી.ઓ.માં કામગીરી માટે વર્ષે એકાદ-બે વખત આવે જ છે. પરમીટ મેળવવી હોય કે પછી પાસિંગ કરાવાનું થાય ત્યારે કાગળો આર.ટી.ઓ.માં રજૂ થતા હોય છે. પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસી લેવાયેલી હોય તેવા વાહનોની કામગીરી અટકાવી દેવામાં આવે તો સરકારની ટેક્સ ચોરી અટકાવી શકાય છે જેથી વિમા પોલિસી લેતા પહેલા ટ્રાન્સપોર્ટરો અને વીમા એજન્ટો એક વખત વિચાર જરૂર કરે.

રૂપિયા ઓછા લાગતા હોવાથી આ તરકીબ અપનાવાઇ
રેગ્યુલર વિમા પોલિસી ઉતરાવે તો ટ્રક કે ટ્રેઇલર માલિકને મોંઘી રકમ ચૂકવવી પડતી હોય છે જયારે પ્રાઇવેટ કેરિયર વિમા પોલિસીમાં અડધા પૈસા ચૂકવવાના હોય છે. આ સલાહ વિમા પોલિસી ઉતારતા એજન્ટો જ ટ્રાન્સપોર્ટરો અને વાહન માલિકને આપતા હોય છે, એજન્ટો કામ લેવાની ગેલ્છામા અને ટ્રાન્સપોર્ટરો ઓછા પૈસા ચૂકવવાની લ્હાયમાં આ તરકીબ અપનાવાઇ છે. અમુક એવા કિસ્સા પણ બની ચૂકયા છે જેમાં માલ પરીવહન કરતા વાહનનું અકસ્માત થયું છે જેની વિમા પોલિસી પ્રાઇવેટ કેરિયર હોવાથી કલેઇમ મળવાપાત્ર રહ્યું ન હતું.

અકસ્માત સમયે વિમા કંપની તરફથી લાભ મળતા નથી
પ્રાઇવેટ કેરિયમ વિમા પોલિસી લેવાયેલી હોઇ તેવા કિસ્સામાં વાહન ભાડા પેટે ટ્રાન્સપોર્ટેશનમાં રોડ પર દોડતુ હોય અને અકસ્માત થાય તો સર્વે કરવામાં આવે બાદમાં તેમાં રહેલા જથ્થા-માલની રોયલ્ટી, બિલ્ટી અને કાંટાચિઠ્ઠી લેવામાં આવે છે. આવા ટાંણે પ્રાઇવેટ કામ માટે વાહન ઉપયોગ કરાતો હોવાનું પુરવાર કરવું મુશ્કેલ બને છે અને અકસ્માતના બંને વાહનોને કલેઇમ મળવુ મુશ્કેલ બને છે.

અન્ય સમાચારો પણ છે...