કચ્છની મુલાકાતે 'જેઠાલાલ':તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી જાણીતા થયેલા કલાકાર દિલીપ જોશીએ પરિવાર સાથે માતાના મઢ અને કોટેશ્વર મહાદેવના દર્શન કર્યાં

ભુજ16 દિવસ પહેલા
માતાના મઢમાં દિલીપ જોશી પરિવાર સાથે
  • જેઠાલાલે પરિવાર સાથે થોડા દિવસ પહેલા સોમનાથ મંદિરની પણ મુલાકાત કરી હતી

સબ ચેનલ પર પ્રસારિત થતી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં કચ્છી વેપારી જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતા કલાકાર દિલીપ જોશી આજે સહ પરિવાર કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામના દર્શને આવ્યા હતા. પ્રથમ તેઓ માતાના મઢ સ્થિત મા આશાપુરાના દર્શને ગયા હતા. અહીં તેઓએ માતાજીની સંધ્યા આરતીનો પણ લાભ લીધો હતો. કલાકારે મંદિરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓને મળી કચ્છના ખબર અંતર પૂછ્યા હતા.ત્યારબાદ તેઓ કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન શિવની પૂજા કરી હતી.

કોટેશ્વરમાં દિલીપ જોશી પરિવાર સાથે
કોટેશ્વરમાં દિલીપ જોશી પરિવાર સાથે

માતાના મઢ ખાતે કોઈ માનતા ઉતારવા આવેલા દિલીપ જોશી સાથે તેમના માતા, પત્ની અને બહેન બનેવીએ પણ મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. દયાપરના ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સાંજના સમયે આવેલા આ ગુજ્જુ કલાકારે સંધ્યા આરતીનો પણ લાભ લીધો હતો. જ્યાં મંદિરના પૂજારી ધ્રુવરાજસિંહ ચૌહાણ, જાગીર ટ્રસ્ટના મયુરસિંહ જાડેજા, વેપારી અગ્રણી અરવિંદ શાહે તેમનું સ્વાગત કર્યું હતું. માતાનામઢથી નીકળી તેઓ પ્રસિદ્ધ કોટેશ્વર પહોંચ્યા હતા જ્યાં પૂજારી ભગવતગિરીએ મંદિરમાં ભગવાન મહાદેવની તેમના હસ્તે પૂજા કરાવી હતી.

પુત્રીના લગ્ન બાદ સોમનાથની પણ મુલાકાત કરી હતીથોડા સમય પહેલા જ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલના પુત્રીના લગ્ન યોજાયા હતા. પુત્રીના લગ્ન બાદ જેઠાલાલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ આજે કચ્છ જિલ્લાના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...