રજૂઆત:ધોરડોમાં સીએમની હાજરીમાં યોજાનાર પસંગોત્સવ રદ કરવા તંત્રની દરખાસ્ત

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પતંગ ઉત્સવ અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ મોકૂફ રાખે તેવી વકી
  • કચ્છમાં કોરોના અને અોમીક્રોનના વધતા સંક્રમણ વચ્ચે લેવાયો નિર્ણય

કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે 13મીઅે ધોરડોમાં સીઅેમની હાજરીમાં યોજાનાર પતંગોત્સવ રદ કરવા તંત્રઅે સરકારને દરખાસ્ત કરી છે. ધોરડોના અફાટ સફેદ રણમાં દર વર્ષે યોજાતા પતંગોત્સવમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકો ભાગ લેતા હોય છે અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઅો અવનવા પતંગ સાથે અાવતા હોય છે. મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તા.13-1, ગુરુવારના ધોરડોમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પતંગોત્સવ યોજવાનું નક્કી કરાયું હતું. જો કે, છેલ્લા 10-15 દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો અાવ્યો છે અને વધતા સંક્રમણ વચ્ચે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલા વહીવટી તંત્રઅે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનારા પસંગોત્સવને રદ કરવા સરકારમાં દરખાસ્ત કરી છે.

અા અંગે ભુજના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદમાં યોજાનારા અાંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને કચ્છમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરડોમાં યોજાનારા પતંગોત્સવ અને અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવા સરકારમાં દરખાસ્ત કરાઇ છે, જેનો અેક-બે દિવસમાં નિર્ણય અાવે તેવી શક્યતા છે.

જિલ્લાના જાહેર માર્ગો પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ
જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા, હાથમાં લાંબા ઝંડા, વાંસના બંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરે લઇ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી કરવા, ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) નાંખવા, જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા કે પર કે ભયજનક ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા, લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા, પ્લાસ્ટિક/સિન્થેટિક મરીટીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા પર પ્રતિબંધ લદાયો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે અેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

ચાઇનીઝ દોરા વગેરેના ઉપયોગ પર લગાવાઇ પાબંદી
ઉત્તરાયણ પર્વને લઇને તા.25/1 સુધી ચાઇનીઝ બનાવટના દોરા, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ કરવા તેમજ ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...