તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સહયોગનગર પાસે તંત્ર જાગ્યું ખરું, બંને રોડ પર સ્પીડબ્રેકર બનાવ્યા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત ઝોન ત્રિમંદીર ત્રણ રસ્તા પાસે પણ બમ્પ બનાવ્યા

રવિવારે સવારે હિલગાર્ડન તરફથી પુરપાટ અાવી રહેલી ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવ્યો હતો અને અેક બાઇક, જીપ, ત્રણ નાસ્તાની લારીને ટક્કર મારી હતી, જેમાં અેક શખ્સનું મોત થયું હતું. ચાર રસ્તા પર સ્પીડબ્રેકર ન હોવાથી વાહનો સળસળાટ નીકળતા હોય છે જેના લીધે અવાર નવાર અકસ્માતની ભીતિ રહે છે. જો કે મંગળવારે સવારે બંને બાજુ સ્પીડબ્રેકર બનાવી દેવાયા હતા.

સહયોગ નગર ચાર રસ્તા અને ત્રિમંદીર ત્રણ રસ્તા પાસે સ્પીડબ્રેકર બનાવી દેવાયા છે, જેથી અકસ્માત ઝોન માર્ગ પર વાહનોની ગતી અવરોધાશે અને અકસ્માતના બનાવ બનતા અટકી જશે. ત્રિમંદીર પાસે અગાઉ બમ્પ હતુ પણ કોઇ કારણોસર તોડી પડાયો હતો બાદમાં નવો બનાવવાની તસદી લેવાઇ ન હતી. અકસ્માતમાં યુવકનું મોત થયા બાદ તંત્ર જાગ્યુ હતુ અને બંને બાજુઅે સ્લોપીયા બમ્પર બનાવાયા હતા.

અધકચરું કામ : અકસ્માત રોકવા બનાવાયેલા બમ્પ પર સફેદ પટ્ટા ન લગાવાતા અકસ્માતોની વણઝાર !
અચાનક જ બમ્પર બનાવી દેવાયા હતા જે ડામરથી બનાવાયા છે. અકસ્માત ન થાય તે માટે બનાવાયેલા બમ્પર જ અકસ્માતનું કારણ બન્યા હતા. સોમવારે સવારથી અનેક વાહન ચાલકોને ડામરથી બનેલા બમ્પર ન દેખાતા નાના-મોટા અકસ્માત થયા હતા. બમ્પ બનાવ્યા બાદ તેના પર સફેદ પટ્ટા ન કરાયા હોવાથી કોઇને બમ્પ બનેલા હોય તે દેખાયા જ ન હતા.

અન્ય સમાચારો પણ છે...