તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચન:ખાવડામાં માલધારીઓ સાથે તંત્રની બેઠક, ભેંસોના શીંગડા પર રેડીયમ લગાડવા તાકીદ

ખાવડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ગ સલામતી માસ અંતર્ગત RTO-પોલીસનું અકસ્માત ઘટાડવા સૂચન

આર.ટી.ઓ. ભુજ દ્વારા 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઇ રહી છે જેના ભાગરૂપે ખાવડા ગામ ખાતે પોલીસના સંયુકત ઉપક્રમે વાહન ચાલકોને માર્ગ સલામતીના નિયમો સુચવ્યા હતા, તેમજ માલધારીઓ સાથે બેઠક યોજી ઢોરોના સીંગડા પર રેડીયમ લગાડવાથી અકસ્માતનું પ્રમાણ ઘટી જશે તેવી વાત કરી હતી.

માર્ગ સલામતી માસ હેઠળ કચ્છભરમાં ટ્રાફિક અવેરનેશને લગતા જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવે છે, અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સતત જાગૃતીના પ્રયાસો હાથ ધરવા સુચન કરાયા છે. બુધવારે ખાવડા પોલીસ અને આર.ટી.ઓના સંયુકત ઉપક્રમે બેઠકનું આયોજન કરાયું હતું. છેલ્લા થોડાક વર્ષોથી સફેદ રણના કારણે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે જેની સામે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. મોટાભાગે રાત્રે રોડ પર રેડીયમ લગાડેલી ન હોવાથી તેમજ ભેંસો અને ઢોરના કારણે અકસ્માત થયા છે.

બેઠકમાં માલધારીઓ દ્વારા ચરાવવા માટે જાહેર માર્ગે પસાર થતી ભેંસોના સીંગડા પર રેડીયમ પટ્ટીઓ લગાવવા સૂચન કર્યું હતું જેથી રાત્રે થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાશે. આ બેઠકમાં આરટીઓના રાહુલ વ્યાસ, નોડેલ પાર્થ સોલંકી, ખાવડા પોલીસ મથકના મલિક સહિતનો સ્ટાફ જોડાયો હતો. તો પીયુસી એસો.ના ઉમર સમા તેમજ ગ્રામજનો અને વાહન માલિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ વેળાએ ખાવડા રોડ પરથી પસાર થતા વાહનોમાં પોલીસ અને આરટીઓ તરફથી રેડીયમના પટ્ટા લગાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો