સુવિધામાં વધારો:નખત્રાણાના વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પચાયતના 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ. 15 લાખની એમ્બ્યુલન્સ ફાળવાઈટ
  • વિસ્તારના 15થી 20 ગામોને આરોગ્ય સુવિધા માટે ઉપયોગી થશે

નખત્રાણા તાલુકાના વિથોન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ. 15 લાખની નવી એમયુલન્સ અર્પણ કરવામા આવી હતી. જે આ વિસ્તારના 15થી 20 ગામોને આરોગ્ય સુવિધા માટે ઉપયોગી થશે.

નખત્રાણા તાલુકા પંચાયતનાના 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 15 લાખની એમ્બ્યુલન્સ વિથોણ પી.એચ.સી.ને આપવામાં આવી હતી. જેનું પ્રજાના પ્રતિનિધિઓ તેમજ વિથોન પી એચ સીના આરોગય કર્મચારીઓની ઉપસ્થિતમા લોકાર્પણ કરવામા આવ્યું હતું.

આ વિસ્તારના વિથોન, મોરજર, ભડલી, અંગીયા, દેવપર, ધાવડા, નાગલપર સહિતના 15 જેટલા ગામોને આ એમ્બ્યુલન્સથી ઇમરજન્સી સારવાર મળતી થશે. પ્રસૂતા વખતે મહિલાઓને પણ તાકીદની સારવાર પ્રાપ્ત થશે. છેવાળાના ગામોમા નાના મોટા બનતા અકસ્માત વખતે પણ આ માધ્યમથી ઝડપી સારવાર અપાવી શકાશે એમ તાલૂકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલે જણાવ્યું હતું.

એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, વિથોન સરપચ બચુભાઈ તથા તા.પં. પ્રમુખ જયસુખ વિથોણ જી.પં. સદસ્ય જયાબેન, બાબુ ચોપડા સાથે નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ નરસીંગાણી તેમજ સ્થાનિકેથી નીતિન દરજી ખેંગાર રબારી, ભીખા રબારી, કાંતિ મિસ્ત્રી, નર્મદા લોન્ચા, કિરણ પટેલ તેમજ અનેક કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા તથા પી.એચ.સી. સ્ટાફ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિતમાં એમ્બ્યુલ લોકાર્પણ કરવામા આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...