તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાન્ટ:મુન્દ્રામાં આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે તંત્રએ 3 કરોડ રૂપિયા ફાળવ્યા

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા સંકુલ માટે રૂ. 2.71 કરોડ ફળવવામાં આવ્યા
 • આરોગ્ય સાધનો વિકસાવવા માટે રૂ 30 લાખ પણ મંજુર કરી દેવાયા

ભુકંપ બાદ સમગ્ર કચ્છની સાથે મુન્દ્રાનો પણ વિકાસ- વિસ્તાર ખૂબ પ્રગતિ પામ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તંત્રએ મુન્દ્રાની આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુન્દ્રા હજુ વિકાસશીલ છે, જેથી તેમાં આરોગ્યની સેવા વધુ સુદ્રઢ બનાવવા માટે ડૉ. સયમાં પ્રસાદ રૂરલ ડેલલોપમેન્ટ ઓથોરિટી મારફતે જિલ્લા પંચાયતના હસ્તે ગ્રાન્ટ આપતા હોય છે.

જેના અનુસંધાને આજે જિલ્લા આરોગ્ય કચેરી ભુજ ખાતે એક બેઠક મળી હતી. આ બેઠક ભુજ ખાતે મુન્દ્રામાં નવા સંકુલના બાંધકામ અંગે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકના અંદર તંત્રએ જે 3 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગ્રાન્ટને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો
આ બેઠક પછી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. માંઢકે વિગતો આપતા જણાવ્યુ હતું કે, ભારત સરકારના સહયોગથી અને જિલ્લા પંચાયતના નેજા હેઠળ મુન્દ્રા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા સંકુલ માટે રૂ 2.71 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી ગઈ છે અને તેને વર્ક ઓર્ડર પણ આપાઈ ગયો છે. તેની સાથે અહીંયા આરોગ્ય સેવાની પૂરતી કરવા માટે રૂ 30 લાખ ફાળવવાની મંજૂરી પણ આપાઈ ગઈ છે, જેમાં ડિજિટલ એક્સરે મશીન ,લેબોરેટરી માટે સેલ કાઉન્ટર અને સર્જરી કરવાનું મશીન પણ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો