તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટનાક્રમથી પોલીસ અજાણ:ચીટરને ભુજમાંથી ઉઠાવનાર તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચ કે પછી અન્ય ? ઘુંટાતુ રહસ્ય

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્થાનિકે જાણ કર્યા વગર જ લઇ જવાતા ઘટનાક્રમથી પોલીસ અજાણ
  • રાત સુધી કોઇ અતોપતો કે સંપર્ક ન થતા એ ડિવિઝન પોલીસ તપાસમાં કામે લાગી
  • યુવકે પરિજનોને ફોન કરી પોલીસ લઇ ગઇ હોવાની જાણ કરી : ફોન આવ્યો તે નંબર તમિલનાડુનો હતો

રવિવારે ધોળા દિવસે ન્યૂ સ્ટેશન રોડ પર સફેદ કલરની સ્કોડા કારમાં ચીટર યુવાનને ઉઠાવી જવાયો હતો, પ્રથમ તબક્કે અપહરણની અફવા ફેલાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પણ સ્થાનિકે લોકો છોડાવવા વચ્ચે પડતા શખ્સોઅે ક્રાઇમ બ્રાન્ચનું કાર્ડ બતાવ્યો હતો. યુવકે પરિજનોને ફોન કરી પોલીસ લઇ ગઇ હોવાની મોડી રાત્રે વાત કરી હતી પણ કઇ પોલીસ તેની જાણ કરી ન હતી. જે નંબર તમિલનાડુનો હોવાથી તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચ હોવાનું અનુમાન લગાવાયું છે તો અન્ય શખ્સો જેને ચિટીંગ કરવા માટે બોલાવ્યા હતા તે જ ઉઠાવી ગયા તેવી શંકા પણ છે.

ઘુંટાતા રહસ્ય અંગે એ ડિવિજન પોલીસમાં તપાસ જોતરાઇ હતી. ગુજરાત અને અન્ય રાજયના લોકોને ફેસબુક મારફતે સસ્તા સોનાની લાલચ અાપી બાટલીમાં ઉતારતી અનેક ટોળકીઅો ભુજમાં સક્રીય છે, દિવસ ઉગેને નવા ચીટરો માર્કેટમાં અાવતા થયા છે જે લોકો સામાન્ય રીતે ફેસબુક પરથી જ છેતરપિંડી કરતા હોય છે. અા કિસ્સામાં પણ અેવી જ રીતે ચીટિંગ કરાયુ હોવાનું અનુમાન છે. છેલ્લા થોડા સમયથી સક્રીય થયેલી અા ટોળકી ફેસબુક પરથી લોકોને શીશામાં ઉતારે છે જેમના અાક્કા તરફથી પુરી સગવડ અાપીને 50 ટકા રકમ “રોક”ડી અાક્કા તરફથી કરી લેવામાં અાવે છે.

સોનાના બિસ્કીટ ભોગ બનનારને બતાડવા અને વિશ્વાસ અપાવવા માટે તેના તરફથી તેમજ કાર પણ અપાય છે, છેતરપિંડી થયા બાદ અડધી રકમ “રોક”ડી કરી લઇ 50 ટકા પંટરીયાઅો રાખતા હોય છે. શહેરનો ગાંધીનગરી વિસ્તારમાં શેરીઅે શેરીઅે સસ્તા સોનાના નામે ઠગાઇ કરતા ચીટરો મળી અાવે પણ હવે સેજવાળા માતામની અેક ટોળકી સસ્તા સોનાના નામે ઠગાઇ કરવામાં સક્રીય થઇ ચૂકી છે. તમિલનાડુ પોલીસ સેજવાળા માતામની ટોળકીના જ અેક શખ્સને ઉઠાવી ગઇ છે અને તેમના અાક્કા જે “રોક”ડી કરતા હતા તે સહિતના ભુર્ગભમાં ઉતરી ગયા છે.

રાત સુધી કોઇ અતોપતો કે સંપર્ક ન થતા એ ડિવિજન પોલીસ તપાસમાં કામે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ જ “રોક”ડી કરનારની વેરના કારમાં આ બે ચિટર યુવાનો આ શખ્સોને મળવા માટે આવ્યા હતા પણ એ લોકો ગાડીમાં બેસતાની સાથે જ આ લોકોને પકડી લીધા હતા અને સ્કોડા કારમાં નાખીને ચાલ્યા ગયા હતા. પોલીસ આ ચીટર ટોળકીના તમામ શખ્સોને ઉઠાવી પુછતાછ કરે તો ચેન્નાઇ કે તમીલનાડુમાં કયા લોકોની છેતરપિંડી કરી તે વાત બહાર આવી જાય અને તેના આધારે પગેરુ દબાવી શકાય એમ છે.

રાત્રે યુવકે કહ્યું ટ્રેનમાં છુ, સવારે કહ્યું સ્કોડા કારથી જાઉ છુંં
તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી ઉઠાવી ગયેલા યુવાનને કયાં લઇ ગઇ તેનો અતોપતો તેના પરીજનો અને સ્થાનિક પોલીસને હાથ લાગ્યો નથી. રવિવારે રાત્રે યુવકે કોઇ પોલીસ કર્મચારીના મોબાઇલ નંબર પરથી પરીજનોને ફોન કરીને કહ્યું હતું કે ગાંધીધામથી ટ્રેનમાં લઇ ગયા છે અને બરોડા પહોંચ્યા છીઅે.

તો સવારે યુવકે ફરીઅેકવખત પરીજનોને ફોન કરીને કહ્યું કે સફેદ કલરની કારથી નિકળ્યા છીઅે અને વડોદરા પહોંચ્યા છીઅે. મોબાઇલ નંબર સ્વીચ અોફ અાવે છે તો નંબર તમિલનાડુના હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...