તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Taluka Level Maths Science Exhibition Was Held In Bhachau, Gayatringar Primary School Of Lakadia Was In The Forefront In All Sections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:ભચાઉમાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, લાકડિયાની ગાયત્રીનગર પ્રાથમિક શાળા તમામ વિભાગમાં મોખરે રહી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓનલાઈન માઈક્રોસોફ્ટ ટીમ એપથી આયોજન કરાયું

ભચાઉ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે તથા તેઓમાં વૈજ્ઞાનિક અભિગમના વિકાસના હેતુસર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2021નું ઓનલાઈન માઈક્રોસોફ્ટ ટીમ એપથી બી.આર.સી ભચાઉ દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.

ગાયત્રીનગર પ્રા.શાળાએ તમામ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
ગાયત્રીનગર પ્રા.શાળાએ તમામ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

વર્ચ્યુઅલ મોડથી આયોજિત આ પ્રદર્શનમાં કુલ 5 વિભાગોમાં ભચાઉ તાલુકાની કુલ 77 પ્રાથમિક શાળાના 154 વિદ્યાર્થીઓએ પોતાની કૃતિની રજૂઆત કરી હતી.જેમાં શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળા, લાકડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તમામ વિભાગમાં પ્રથમ નંબર મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. હવે દરેક વિભાગમાં પ્રથમ આવેલ શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળાની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાએ શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળા ભચાઉ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સી.આર.સી કો.ઓર્ડીનેટર બ્રિજેશભાઈ પટેલ તથા અરૂણભાઈ પટેલે સંકલનની ઉત્તમ કામગીરી બજાવી હતી. સમગ્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાના વિજ્ઞાન વિષયના તજજ્ઞો રાજેશભાઈ મણવર, જલદીપભાઈ પટેલ અને પ્રગ્નેશ્ભાઈ ઠાકરે ઉમદા કામગીરી કરી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજના પ્રાચાર્ય બેન દક્ષાબેન ગોરે હાજરી આપી આયોજન સાથે જોડાયેલા સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

શ્રી ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં આચાર્ય રબારી લાખાભાઇ જેઠાભાઇ તથા તેમની સમગ્ર ટીમની સખત મહેનતના કારણે જ તાલુકા કક્ષાએ તમામ વિભાગમાં અવ્વલ નંબર મેળવી શાળા તેમજ લાકડિયા ગામનું ગૌરવ વધાર્યું છે. ગયા વર્ષે પણ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો