તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:અબડાસામાં મામલતદાર કચેરી ખાતે ઉજવાશે તાલુકાકક્ષાનું સ્વતંત્રત્તા પર્વ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજન સંદર્ભે પ્રાંત કચેરીએ મળી બેઠક

અબડાસા તાલુકામાં આ વખતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ મામલતદાર કચેરી નલિયા ખાતે ઉજવવામાં આવશે જેના આયોજન સંદર્ભે પ્રાંત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી બાબતે પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવતની હાજરીમાં મીટીંગ મળી હતી.

જેમાં વિવિધ મુદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.ખાસ તો સ્વાતંત્ર્ય પર્વ અનુસંધાને પ્રાંત કચેરી,મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીને લાઈટીંગથી શણગારવી, વરસાદી વાતાવરણ હોવાથી શોર્ટ સર્કિટ ન થાય તેની તકેદારી રાખવી,વૃક્ષારોપણ, સફાઈ,કોરોના વોરિયર્સ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન,સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ સંચાલન સહિતની બાબતોએ ચર્ચા કરી સંબધિત વિભાગોને કામગીરી માટે સૂચના અપાઈ હતી.

પરેડ અને ધ્વજવંદનની પૂર્વ તૈયારી કરવા પોલીસને જણાવાયું હતું.15 મી ઓગસ્ટના આયોજન અંગે તમામ વિભાગો સાથે સંકલન કરવાની કામગીરી મામલતદારને સોંપાઈ હતી. આ મીટીંગમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...