તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Talk About Rubbing Salt In My Wounds D'oh! This Is A Small Dose Every Day, And Even Today, There Is No Vaccine Against Corona In Kutch

મુશ્કેલી:બોલો, એક તો દરરોજ ઓછા ડોઝ અને આજે પણ કચ્છમાં કોરોના વિરોધી રસી નહીં અપાય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ...ને ઉપરથી તંત્રની લોકોને માર્ગદર્શિકાના પાલનની સુફિયાણી સલાહ
  • આમ તો ત્રીજી લહેર આવીને ચાલી જાય ત્યાં સુધી જિલ્લો વેક્સિન યુક્ત નહીં થાય

વૈશ્વિક મહામારી કોવીડ-19ના સામે રક્ષણ આપવા માટે કચ્છમાં ચાલતું રસીકરણ અભિયાન આજે ગુરૂવારે પણ જિલ્લાભરમાં મોકૂફ રાખવામાં આવ્યું છે, જેથી પ્રશ્ન થાય છે કે, આમ તો ત્રીજી લહેર આવીને ચાલી જાય ત્યાં સુધી જિલ્લો વેક્સિન યુક્ત થશે કે કેમ? ઉપરથી વળી તંત્રએ લોકોના મગજ ઉપર માર્ગદર્શિકાના પાલનની સુફિયાણી સલાહનો હથોડો પણ માર્યો છે.

મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.જનક માઢકે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, કોવિડના ત્રીજા તબક્કાને ધ્‍યાને લઈ સરકાર દ્વારા કોવિડ રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને લોકોને હજુ પણ કોરોના સામે સુરક્ષિત રાખતું માસ્‍ક પહેરવું, ભીડભાડવાળી જગ્‍યાએ ન જવું, હાથ ધોવા અને સેનીટાઈઝ કરવા વગેરે માર્ગદર્શિકાની અમલવારી હજુ પણ ચાલુ રાખવા જણાવવામાં આવે છે. આજે ગુરૂવારે વેકસીનેશન કાર્યક્રમ કચ્‍છ જિલ્‍લાની તમામ સાઈટો પર મોકુફ રાખવામાં આવ્યો છે. વેકસીનેશનના કાર્યક્રમનું ભવિષ્‍યનું આયોજન કરવામાં આવે ત્‍યારે દરેક વ્યક્તિએ નજીકના કેન્‍દ્ર પર પોતાનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવે છે.

તંત્રની આ અપીલ પછી એક પ્રશ્ન થાય છે કે, 15 લાખ મતદારોના લક્ષ્યાંક સામે બંને ડોઝ માત્ર 6થી 7 ટકા મતદારોને જ અપાયા છે. ઉપરથી કોરોના સામે રક્ષણ આપતી રસીના ડોઝ દરરોજ માત્ર 6થી 7 હજાર વ્યક્તિને જ અપાય છે, જેથી ત્રીજી લહેર પહેલા તમામ મતદારોને આવરી લેવાશે કે કેમ એ એક પ્રશ્ન છે.

બીજી બાજુ વહીવટી અધિકારીઓ પોતાની ક્ષતિઓ છુપાવવા લોક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને ગેરમાર્ગે દોરી પોતાની નબળાઈઓ છુપાવવામાં માહિર થઈ ગયા છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હાલની સ્થિતિ જે રીતે રસીકરણ કરાય છે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...