તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:તલાટીઓને પડતર પ્રશ્નો રજૂ કરવા છે પરંતુ ડીડીઓને 6 માસથી ફૂરસદ નથી

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.21મી સુધીની મહેતલ : 22મીથી આંદોલનની ચેતવણી
  • મંગળવારે 3 કલાક રાહ જોઇ છતાં ન જ મળ્યા: પ્રશ્નોનો નીવેડો ન આવતાં જિલ્લા તલાટી મંડળ લડતના મુડમાં

કચ્છ જિલ્લા તલાટી મંડળના મોવડીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂમાં રજૂઆત કરવા ગયા હતા પરંતુ 3 કલાકની રાહ જોયા બાદ ડીડીઓ ન મળતાં, જો તા.21/9 સુધી પ્રશ્નોનો નીવેડો નહીં આવે તો તા.22/9થી આંદોલનની ચિમકી મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રશ્નો જેવા કે, પ્રથમ ઉચ્ચત્તર ગ્રેડ, દ્વિતીય ઉચ્ચત્તર ગ્રેડ, આંતર જિલ્લા ફેર બદલી થયેલા તલાટીને છૂટા કરવા, વિસ્તરણ અધિકારીના પ્રમોશન સહિતના મુદ્દા લાંબા સમયથી પડતર છે. આ મુદ્દે તા.27/8 વાળા પત્રથી ડીડીઓએ તા.15/9, મંગળવારના સવારે 11.30 કલાકે તલાટી મંડળને રૂબરૂ મળવા જણાવ્યું હતું. મંડળના મોવડીઓ મંગળવારે પ્રારંભે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા હતા, ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીને મળવા માટે 3 કલાક સુધી રાહ જોઇ પરંતુ ડીડીઓએ સમય આપ્યો ન હતો, જેથી તલાટીઓ લડતના મુડમાં છે. જો તા.21/9 સુધી તમામ પ્રશ્નોનો નીવડે નહીં આવે તો તા.22/9થી સમગ્ર કચ્છના તલાટીઓ આંદોલન સાથે ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ચિમકી કચ્છ જિલ્લા તલાટી મંડળે આપી હોવાનું પ્રમુખ વિજયગિરિ એમ. ગોસ્વામી અને મંત્રી વિનોદ ડી. સોલંકીએ જણાવ્યું હતું.

તલાટીઓના પ્રશ્ને જિલ્લા વિકાસ અિધકારી દુર્લક્ષતા સેવે છે : કચ્છ તલાટી મંડળ
કચ્છના તલાટીઓના પડતર પ્રશ્ને ગુજરાત રાજ્ય તલાટી મહામંડળનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેથી મહામંડળના પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. ખુદ ડીડીઓએ જ તા.15/9ના રૂબરૂ મળવા તલાટીઓને પત્ર લખ્યો હતો અને કચ્છના વિવિધ તાલુકાના પ્રમુખો, મંડળના સભ્યો મળવા આવ્યા હતા છતાં ડીડીઓ જોષીએ સમય આપ્યો ન હતો. તલાટીના પ્રશ્ને જિલ્લા વિકાસ અધિકારી દુર્લક્ષતા સેવી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા તલાટી મંડળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...