તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મુન્દ્રા અને ભચાઉની ઘટનામાં અત્યાચાર કરનારા સામે પગલા ભરો

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ અેસપી-અાઇજીને રાવ

મુન્દ્રા મુકામે દલિત યુવકના અાપઘાત તેમજ ભચાઉના વિજપાસરમાં સરપંચને માર મારવાના બનાવમાં અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ રેન્જ અાઇજી અને અેસપીને રૂબરૂ અાવેદન પાઠવી અત્યાચાર કરનારા લોકો સામે પગલા ભરવા રજૂઅાત કરી હતી.

અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ રેન્જ અાઇજી અને પુર્વ-પશ્ચિમ કચ્છ પોલીસવડાને લેખિત અાવેદન પાઠવી રજૂઅાત કરી હતી કે, મુન્દ્રામાં 21 વર્ષીય દલીત યુવાનને માથાભારે તત્વોઅે ત્રાસ અાપતા અાપઘાત કર્યો હતો. અારોપી પકડાય તે પહેલા જ હતભાગીઅે ત્રાસથી અાપઘાત કર્યો હતો. જે બનાવમાં અારોપી અને જવાબદારો સામે ગંભીર કલમ તળે ફરિયાદ નોંધી મૃતકના કુટુંબીજનોને અાર્થિક સહાય કરી પોલીસ રક્ષણ અાપવાની માંગ કરી હતી.

તો બીજી તરફ, ભચાઉ તાલુકાના વિજપાસર ગામે અનુ. જાતીના સરપંચ સવાભાઇ પરમારને માથાભારે શખ્સો દ્વારા માર મારવામાં અાવેલ અને જાતી અપમાનીત શબ્દો બોલી અત્યાચાર કરતા ગુનેગારો સામે અેટ્રોસિટીની કલમ તળે કાર્યવાહી થવા તથા પરીવારજનો હિજરત ન કરે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગણી કરી હતી. ધર્મેન્દ્ર અાર. ગોહીલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં અનુ. જાતી ઉપર થતા અત્યાચારોનું પ્રમાણ વધતુ જોવા મળે છે, પોલીસ-મહેસુલ વિભાગમાં અધિકારીઅો પણ અનુ. જાતી વિરોધી માનસિકતા ધરાવે છે તે દુર કરવા માટે અપીલ કરી હતી. અા વેળાઅે વરીષઠ અાગેવાનો, સામજીભાઇ વાણીયા, દેવજીભાઇ ડાંગી, વસંત વાઘેલા, પુજાભાઇ ડાંગી, હરીભાઇ ગોહીલ, રમેશભાઇ, લક્ષમણ મેરીયા, પ્રતાપ બાંભણીયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...