તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિત અરજી:ડાડોર ગામે જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી કરો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તથા વનવિભાગની 10 એકર જમીન પર ગેરકાદે કર્યુ છે વાવેતર
  • નાયબ કલેકટર અને મામતલતદારે નોટીસ ફટકારતાં આરોપીએ તંત્રને ગેરમાર્ગે દોર્યો : લેખિત અરજી કરી ગામના શખ્સે કરી માંગ

નખત્રાણા તાલુકાના ડાડોર ગામની સીમમાં કરોડીયા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી તંત્રને ગેરકાર્ગે દોરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિગ તળે કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવા કચ્છ કલેકટર સમક્ષ લેખિત રજુઆતમાં ડાડોર ગામના થેબા જાફર સાલે માંગ કરી છે.

રજુઆતમાં જણાવવાયું છે કે, ડાડોર ગામે રહેતા દાઉદ ઇબ્રાહિમ થેબાએ સરકારી અને વનવિભાગની 10 એકર જમીન પર ગેરકાયે દબાણ કરીને વાવેતર કર્યું છે. અને આ અંગે નખત્રાણા નાયબ કલેકટર અને મામલતદારને લેખિત અરજી અપાઇ હતી. જે અનૂંસંધાને નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા દબાણ કરનાર દાઉદ ઇબ્રાહિમ થેબાને નોટીશ આપી હતી. જેથી દાઉદે તેની અન્ય માલિકીની જમીન આાધાર પુરાવાઓ બતાવી તંત્રને ગેરમાર્યે દોર્યા છે.

આ અંગે અરજદારે ડી આર એલ કચેરીનો સંપર્ક કરતાં કચેરી દ્વરા જણાવાયું હતું કે, સરકારી જમીન હોઇ માપણી કરી શકાશે નહીં જેથી ભુજ કલેકટર કચેરીએ અરજદારે લેખિત અરજી કરીને ડાડોર ગામની સીમમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ થયું હોવાનું જણાવી તે અંગે લેન્ડ ગ્રેબિગ તળે કાર્યવાહી કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જ્યારે લેન્ડ ગ્રેબીંગ કાયદાની જોગવાઇ કરવામાં આવી છે ત્યારથી આ કાયદા અંતર્ગત અનેક ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને જમીનો માટે કાયદાકીય લડત ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...