માંગણી:નગરપાલિકામાં સફાઈ કામદારોની ફરિયાદ ‘ઠેકેદાર વેતન નથી આપતા’

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 દિવસથી વેતનની અને 6 માસથી પી.એફ.ની રકમ જમા નથી થઈ
  • આર્થિક અને માનસિક શોષણની ફરિયાદ, પણ સાંભળનાર કોઈ ન હતો

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના 3 ઝોન પાડીને સફાઈનો ઠેકો અાપી દેવાયો છે. જેના ઠેકેદાર દ્વારા 40 દિવસથી વેતનની અને 6 માસથી પી.અેફ.ની રકમ જમા કરાઈ નથી, જેથી સુધરાઈ ફિક્સ વેતનમાં નોકરીઅે રાખે અેવી ફરિયાદ અને માંગણી સાથે બુધવારે સફાઈ કામદારો રજુઅાત કરવા અાવ્યા હતા. પરંતુ, તેમને સાંભળનાર જવાબદાર અધિકારી ન હતા, જેથી નિરાશ વદને પરત ફર્યા હતા. ઉઘડતી કચેરીઅે રજુઅાત કરવા અાવેલી મહિલા સફાઈ કામદારો સાથે પુરુષો પણ જોડાયા હતા. પરંતુ, મુખ્ય અધિકારી મનોજ સોલંકી હાજર ન હતા.

પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર અને કારોબારી ચેરમેન જગત વ્યાસ પણ હાજર ન હતા, જેથી નિરાશ વદને પરત ફરતા દિવ્ય ભાસ્કર પાસે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, ભુજ નગરપાલિકાઅે સફાઈનો ઠેકો અાપ્યા બાદ 350 જેટલા સફાઈ કામદારોને છૂટા કરી દીધા છે અને ઠેકેદારને હવાલે કરી દીધા છે. ઠેકેદાર નાકરાણી વેતન સમયસર મળતું નથી. પી.અેફ.ની રકમનો હિસાબ અપાયો નથી, જેથી રોજેરોજનું કમાઈને ખાતા સફાઈ કામદારો અાર્થિક સંકડામણમાં મૂકાઈ ગયા છે. જે અેક પ્રકારે શોષણ છે. સુધરાઈઅે સફાઈ કામદારોને નોકરીઅે રાખવા જોઈઅે અને વેતન પણ સુધરાઈઅે ચૂકવવો જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...