તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:રાપરમાં સ્વામિ. ગુરુકૂળમાં ડી.ઈ.અો. સ્ટાફ અને શિક્ષકોઅે કર્યું રક્તદાન

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાયાલીસીસ દર્દીઅોના લાભાર્થે શિબિરમાં ખાનગી સંસ્થાઅોઅે અાપ્યો સહયોગ
 • કોરોનાકાળમાં શિક્ષણ કાર્ય બંધ છે, પણ શિક્ષણક્ષેત્રે અારોગ્ય સેવાઅો ધમધમી

રાપર સ્વામિનારાયણ ગુરુકૂળમાં લાયન્સ હોસ્પિટલ, અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલના સહયોગથી ડાયાલીસીસના દર્દીઅોના લાભાર્થે રક્દાન શિબિરનું અાયોજન કરાયું હતું, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઅો અને શિક્ષકો પણ જોડાયા હતા.સવારે 9 વાગે હેલ્થ અોફિસરની ટિમ અાવી ગઈ હતી અને મંચસ્થ મહેમાનોઅે દીપ પ્રાગટ્ય બાદ શિબિરનો પ્રારંભ કરાયો હતો, જેમાં ડી.ઈ.અો. ડો. ભગવાન પ્રજાપતિ, રાપર ભચાઉના અે.ઈ.અાઈ. બીપીન વકીલ, સ્વામીનારાયણ ગુરુકૂળના સંતો, બી.અાર.સી., સી.અાર.સી., શિક્ષકો, અાચાર્ય અને વડીલ અાગેવાનોઅે રક્તદાન કર્યું હતું. ઈમારત, ચા-નાસ્તા, બેડ સહિતની વ્યવસ્થા રાપર જલારામ ગ્રૂપના શૈલેષ ભીંડે, નયન સુરૈયા, દિનેશ સેજપાલ, ડાયા ઠાકોર, જીગર રાજદે, ભાવિન કોટેચાઅે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો