મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે અભય પ્રશાલ સ્ટેડીયમમાં તા.27થી 30 અેપ્રિલના યોજાયેલા પેરા અોલિમ્પિક રમતોત્સવમાં રાપર તાલુકાના સુવઇની દિવ્યાંગ દીકરીઅે શ્રેષ્ઠ દેખાવ સાથે ટેબલ ટેનિસમાં ત્રીજો નંબર મેળવ્યો હતો અને સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ હસ્તગત કર્યો હતો.
ઇન્દોરમાં ટેબલ ટેનિસ ફેડરેશન અોફ ઇન્ડિયા અને મધ્યપ્રદેશ ટેબલ ટેનિસ અેસોસિયેશનના ઉપક્રમે પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ યોજાઇ હતી, જેમાં દેશના 22 રાજ્યોના 300 જેટલા દિવ્યાંગ ખેલાડીઅોઅે ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી રાપર તાલુકાના સુવઇની સરલા મનસુખભાઇ સોલંકીઅે અેસ.અેફ.-8 કેટેગરીમાં ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ સાથે ત્રીજો નંબર મેળવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સરલા મૂળ ભાવનગરની વતની છે અને સુવઇમાં પરણી છે. તેમના પતિ મનસુખભાઇ પણ દિવ્યાંગ છે અને બંનેઅે રમત-ગમત ક્ષેત્રે કાઠુ કાઢ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.