તકેદારી:કંડલાના દિન દયાળ પોર્ટમાં શંકાસ્પદ બેગ મળતા તંત્ર સાવધ બન્યું, તકેદારીના ભાગરૂપે કામગીરી બંધ રખાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેગમાં કંઈ વાંધાજનક સામાન ન હોવાનું તારણ
  • બે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ બાદ રિપોર્ટ નેગેટિવ, બોમ્બ સ્ક્વોડની તપાસ બાકી
  • બંદરની 16 નંબરની જેટી પર તકેદારીના ભાગરૂપે કામગીરી બંધ રખાઈ

દેશના અતિ મહત્વના કંડલા સ્થિત દિન દયાળ પોર્ટની 16 નંબરની જેટી પર આજે સવારે એક બિનવારશું બેગ મળી આવતા ચિંતા ફેલાઈ હતી. જેને પોર્ટ પ્રસાસન દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લઇ તુરંત શંકાસ્પદ બેગની તપાસ કરવામાં આવી હતી. જોકે, સદનસીબે તેમાથી કંઇ ચિંતાજનક સામાન મળ્યો નથી.

કંડલા સ્થિત દિન દયાળ પોર્ટની 16 નંબરની જેટી પર આજે સવારે એક બિનવારશું બેગ મળી આવતા ચિંતા ફેલાઈ હતી. સદનસીબે હાલઘડી કોઈ ચિંતાપ્રેરક સમાન હોય તેવું જણાયું નથી પરંતુ તકેદારીના ભાગરૂપે 16 નંબરની જેટી પર કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે.

પોર્ટ તંત્ર પૂર્વ કચ્છ એસપીના સંપર્કમાં રહી સાવધ છે અને બપોરના 2 વાગ્યા સુધીમાં બેગની બૉમ્બ સ્ક્વોડ દ્વારા તપાસણી પૂર્ણ થયા બાદ 16 નંબરની જેટી પર કામકાજ રાબેતા મુજબ કરવામાં આવશે એવું પોર્ટ પ્રસાસન તરફથી જાણવા મળ્યું હતું. કંડલાની જેટી પાસે મળી આવેલી સંદિગ્ધ વસ્તુ કોઈ વહિકલનું ડીઝલ ટેન્ક હોવાનું CSIFની ડોગ સ્ક્વોડ અને BDDS સ્ક્વોડની તપાસ બાદ ખુલવા પામ્યું છે. આ વિશે પોર્ટ તંત્રના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાનીએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ એસપી સરની સાથે સંકલન સાધી માનવ જિંદગી ના જોખમાય તે હેતુસર કામગીરી બંધ રાખવામાં આવી હતી, પરંતુ જણાવેલી બન્ને સ્કોડની તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેથી ફરી જેટી પરનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...