તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા પ્રકરણમાં પોલીસ કર્મચારીઓ અન્ય આરોપીઓ સાથે મળી જમીન સંદર્ભે માર મારી હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક આરોપીએ જમીન મુદ્દે પોલીસને હાથો બનાવીને હત્યા કરી નાખી છે તેવો ચોંકાવનારો ખુલાસો અખિલ કચ્છ ચારણ-ગઢવી સમાજના પ્રમુખે કર્યો છે.
મૃતક ગઢવી યુવાનોના પરીજનોની જમીન સમાઘોઘા મધ્યે આવેલી છે તે જમીનમાં આ યુવાનોનો ખેડુત હક્ક છે. આરોપી જયવીરને નર્મદાની કેનાલ માટે પૈસા મળે છે, જમીન ખાલી કરાવવા, હક્ક જતો કરાવવા અને કેનાલ પસાર કરવા માટે સમંતિ માટે મૃતક યુવાનો સહી કરતા ન હોવાથી છેલ્લા કેટલાક સમયથી આરોપી મથી રહ્યો હતો. આરોપી જયવીરે પોલીસને હાથો બનાવી જમીન ખાલી કરાવવા માટે ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ વીજયભાઇ ગઢવીએ કર્યો છે. મૃતકના પરીજનો જયાં રહે છે ત્યા તેમના ત્રણથી ચાર ખેતરો આવેલા છે તે ખેતરોમાંથી નર્મદાની કેનાલ પસાર કરવા માટે આરોપીઓ દબાણ કરતા હોવાનું અને મૃતક તાબે ન થતા પોલીસને હાથો બનાવી માર મરાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સમગ્ર પ્રકરણમાં ચોરીની શંકા સિવાય મૃતકનો જમીનમાંથી ખેડૂત હક્ક પાછો ખેંચી લેવા ટોર્ચર કરાયો હોવાનો ગણગણાટ કાને અથડાયો હતો.અગાઉ પોર્ટ રોડ પર આવેલ જીઆઇડીસી નજીકથી એક આર્મીના નિવૃત જવાન પર પણ જામીનધારક પાસે પૈસા લઇ કેબીન હટાવી લેવા દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી.
આ મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, ગંભીરતાથી તપાસ થશે : એસ.પી.
પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘે જણાવ્યું હતું કે, નર્મદાની લાઇન તેમજ જમીન બાબતે ડખો હોવાનો મુદ્દો બે દિવસથી ધ્યાનમાં આવ્યો છે. જો જમીન ખાલી કરાવવા કે હક્ક જતો કરાવવા માટે પોલીસને હાથો બનાવાયો હોય તો તે ગંભીર બાબત છે અને આરોપી પકડાય ત્યારે તેમની પુછપાછ કરી ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. આરોપી પકડાયા બાદ કોની બાતમી આધારે આ યુવકોને ચોરીની ઘટનામાં ઉઠાવાયા હતા તે પણ પુછપરછ કરી તપાસ કરવામાં આવશે.
પોલીસને હવાલા લેવામાં પહેલેથી જ અંગત રસ
ખાખીધારી પોલીસ કર્મચારીઓ પોતાની કામગીરી કરતા અન્ય ગેરપ્રવૃત્તિઓમાં વધારે રસ હોય તેવા અનેક બનાવો બની ચુકયા છે. જમીન ખાલી કરાવવાની હોય કે પછી અટવાયેલા પૈસા કઢાવવાના હોય તેવી બાબતોમાં અંગત રસ લેતા હોય છે અને મોટો હિસ્સો મળતો હોય છે. દોઢથી બે વર્ષ પૂર્વે કચ્છ બહારના શખ્સ સાથે ચીટિંગ થઇ હતી જે બનાવમાં એક એએસઆઇ ચીટર પાસેથી હવાલો લઇ ભોગબનનારને અમુક પૈસા આપી બોલતી બંધ કરાવી દીધી હતી, બાદમાં સમગ્ર મામલો બહાર આવતા પોલીસ કર્મચારીને બનાસકાંઠા ફેંકી દેવાયા હતા, જે કર્મચારી ધીમે ધીમે ભુજ નજીક પહોંચી એમ.ટી.માં ફરજ બજાવવા પહોંચી આવ્યા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.