જાહેરાત:કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્યનું સર્વે સેટલમેન્ટ ૩૫ વર્ષે આદરયું !

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1986માં અભયારણ્ય જાહેર થયા બાદ હવે સર્વે પ્રક્રિયાનું પ્રથમ પગલું
  • ભુજ, ભચાઉ અને રાપરના વિસ્તારોને વન્યપ્રાણી અભ્યારણ્ય તરીકે જાહેર

ગુજરાતના સૌથી મોટા કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યનું સર્વે સેટલમેન્ટ ૩૫ વર્ષે આદરવામાં આવ્યું છે.જેમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકાના ગામોના વિવિધ વિસ્તારોને સર્વે નંબર મુજબ વન્યપ્રાણી અભ્યારણ્ય તરીકે જાહેર કરાયા છે..

રાપર તાલુકા માટે મોવાણા,બેલા,જાટાવાડા,લોદ્રાણી,બાલાસર,દેશલપર,સુરબાવાંઢ,લાકડાવાંઢ,રવ મોટી,સુવઇ,વણોઇ તેમજ ભચાઉ તાલુકાના ભરૂડીયા,કણખોઇ,ચોબારી,કડોલ,નેર,અમરસર,મોરગર,બનીયારી,ધોળાવીરા,ખારોડા,કલ્યાણપર,જનાણ,બાપુઆરી,બાંભણકા,રતનપર,ગણેશપર,ગઢડા,અમરાપર,ખડોર,છપરીયા,રખાલ,ત્રગડી અને ભુજ તાલુકાના (બન્ની) રેયાડો, લખારા, વેલારા, ખારોડ, ગોધરીયાડો, ઘડીયાડો, બરડો, લોઠીયા, ઉડઇ, લાખાબો, ધાધર મોટી માપણી વગરના અને સંધારા, જુણા,કાળો ડુંગર,કુરન, સહિતના ગામોના વિવિધ સર્વે નંબરોનો સમાવેશ કરાયો છે.

કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સર્વે સેંટલમેન્ટની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાથી ગુજરાત વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૧ની કલમ-૧૯ થી ૨૫ની જોગવાઇ મુજબ અભ્યારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં કોઇ વ્યકિતના હક્ક-હિત કે દાવા હોય તો તેનો પ્રકાર જણાવી તેમની વિગતો સાથેનો અધિકૃત પુરાવા સાથેના દાવો જાહેરનામાની પ્રસિધ્ધ થયેથી બે માસમાં અત્રેની કચેરીએ અધિક કલેકટર, સર્વે સેટલમેન્ટ, ઘુડખર, અભ્યારણ્ય, પ.વ.અ. મકાન નં.૭ બન્ની ફોરેસ્ટ કોલોની, અરીહંતનગર રોડ, ભુજ-કચ્છની કચેરી સમય દરમ્યાન અને રજાના દિવસો સિવાય લેખિતમાં રજુ કરવાનો રહેશે.

કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્યના સર્વે અને સેટલમેન્ટ અન્વયે કલેકટર કચ્છના જાહેરનામાથી અભ્યારણ્યની હદમાં આવતાં વિસ્તારની જમીનમાં વ્યકિતઓ/સંસ્થાના હક્ક-હિતો અંગે દાવા આમંત્રિત કરવામાં આવેલ હતી.જે અનવયે જે તે સમયે કોઈ વ્યકિત કે સંસ્થાએ પોતાનો દાવો રજુ કરેલ હોય અને તે અંગે નિર્ણય થયેલ ના હોય તેવા વ્યકિત અને સંસ્થાએ તેમનો દાવો અત્રેની કચેરીએ નિશ્ચિત સમયમર્યાદામાં લેખિતમાં પુનઃરજુ કરવાનો રહેશે એમ જે.આર.પરમાર, અધિક કલેકટર, સર્વે અને સેટલમેન્ટ, ઘુડખર અભ્યારણ્ય, ભુજ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...