તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કચ્છમાં કોરોનાની રસી માટે શહેરો સહિત 400 ગામોમાં 2.98 લાખ લોકોની સરવે કામગીરી પૂર્ણ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના દશ તાલુકામાં કરાતો સરવે : 50 વર્ષથી નીચેના એકથી વધુ રોગ ધરાવતા 2183 વ્યક્તિ
 • ડાયબિટીસના 903, કેન્સરના 47, કિડનીના 37, હૃદયના 123, નબળી રોગ પ્રતિકારક શક્તિ 69
 • ટી.બી. 99, થેલેસિમિયા 56, માનસિક તણાવના 476, અન્ય 373 દર્દી
 • સરવે ચાલુ હોઇ અંતિમ આંકડો હજુ વધશે

કચ્છમાં જાન્યુઆરી માસમાં કોરોનાની રસી આવશે, જેથી આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ બાદ 50 વર્ષથી નાની ઉંમરના અને એકથી વધુ બીમારી ધરાવનારી વ્યક્તિઓનો સરવે હાથ ધરાયો છે, જેમાં ત્રીજા દિવસ સુધીમાં જિલ્લામાં શહેરો સહિત 400 ગામોમાં 2 લાખ 98 હજાર 250 વ્યક્તિનો સરવે થઈ ગયો છે, જેમાંથી 50 વર્ષથી નીચેના એકથી વધુ રોગ ધરાવતા 2183 વ્યક્તિ અલગ તારવાઈ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને સરવે બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના દસેદસ તાલુકાના શહેરો અને ગામડાઓમાં સરવેની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવાઈ છે. રવિવાર સુધીમાં 50 વર્ષથી નીચેના એકથી વધુ બીમારી ધરાવતા 2183, ડાયબિટિસના 903, કેન્સરના 47, કિડનીના 37, હૃદયના 123, નબળી રોગ પ્રતિકારક શક્તિ 69, ટી.બી. 99, થેલેસિમિયા 56, માનસિક તણાવના 476, અન્ય 373 દર્દી નોંધાયા છે. સરવેમાં તમામ લોકોને આવરી લેવા સરવે જેમ જેમ આગળ વધશે એમ એમ આંકડા વધતો જશે, જેથી હજુ અંતિમ આંકડો આવ્યો નથી.

તાલુકા મુજબ ગામડામાં સરવેની સ્થિતિ અબડાસા તાલુકાનાં 34 ગામમાં 18020 લોકો, અંજાર તાલુકાના 53 ગામોમાં 16056 લોકો, ભુજ તાલુકાના 16 ગામોમાં 13970 લોકો, ગાંધીધામ તાલુકાના 10 ગામોમાં 23831 લોકો, લખપત તાલુકાના 44 ગામોમાં 23105 લોકો, માંડવી તાલુકાના 17 ગામોમાં 21316 લોકો, મુન્દ્રા તાલુકાના 48 ગામોમાં 22130 લોકો, નખત્રાણા તાલુકાના 67 ગામોમાં 67446 લોકો, રાપર તાલુકાના 40 ગામોમાં 23423 લોકોનો સરવે કરાયો છે.

શહેરોમાં આવરી લેવાયેલા લોકો અંજાર શહેરમાં 8088 લોકો, ભુજ શહેરમાં 18264 લોકો, ભચાઉ શહેરમાં 20909 લોકો, ગાંધીધામ શહેરમાં 18670 લોકો, માંડવી શહેરમાં 1881 લોકો, રાપર શહેરમાં 1140 લોકો મળી કુલ 68952 શહેરીજનોનો સરવે કરી લેવાયો છે.

માંડવી શહેરના પીઆઇ કોરોના સંક્રમિત થયા માંડવી | માંડવી શહેર પોલીસ સ્ટેશનમાં અઠવાડિયા પહેલા ચાર્જ લીધેલા પીઆઇ પી.એમ.ચૌધરીને સામાન્ય તાવ સાથે શરદી, ઉધરસ થતાં કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેથી સમગ્ર પોલીસ સ્ટેશન અને વાહનોને સેનિટાઈઝેશન કરાયા હતા. તેમની જગ્યાએ પીએસઆઇ આર.સી.ગોહિલને ચાર્જ અપાયો છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડા

કુલ

સાજા થયેલા
---- -
અબડાસા0000
અંજાર3141
ભચાઉ1011
ભુજ5385
ગાંધીધામ 06064
લખપત0110
માંડવી0113
મુન્દ્રા0002
નખત્રાણા0332
રાપર0000
કુલ1592418

કચ્છમાં ભુજ, અંજાર, ગાંધીધામ 3 શહેરોમાં જ 14 કોરોનાના પોઝિટિવ કેસ ભુજ | કચ્છ જિલ્લામાં કોરોનાના કુલ 24 દર્દી ઉમેરાયા છે, જેમાં ભુજ, અંજાર, ગાંધીધામ 3 શહેરોમાં જ 14 કોરોનાના પોઝિટિવ કેસ જ્યારે ભચાઉમાં 1 કેસ છે. જ્યારે ગામડાઓમાં 9માંથી ભુજ અને નખત્રાણા તાલુકાના સાૈથી વધુ 3-3, અંજાર, લખપત, માંડવીમાં 1-1 કેસ છે. જોકે, 18 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, 256 દર્દી હજુ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 3409 પોઝિટિવ કેસ જાહેર કરાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 3036 દર્દી સાજા પણ થઈ ગયા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો