તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ટેન્ડર અપસેટ પ્રાઈઝના ભાવે ખૂલ્યા છતાં રદ કરાતા આશ્ચર્ય !

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 460 સફાઈ કામદારો, 35 ટ્રેકટર, 22 છકડાનો કુલ માસિક ખર્ચ 59.75 લાખ થાય
  • ઊંચામાં ઊંચા 70 લાખ અને નીચામાં નીચા 54 લાખ ભાવ ભરાયા હતા

ભુજ નગરપાલિકાઅે શહેરના 11 વોર્ડમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન અને માર્ગોની સફાઈનો ઠેકો અાપવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં માસિક 54 લાખ રૂપિયા વળતરની અપસેટ પ્રાઈઝ રખાઈ હતી. કુલ 10 ટેન્ડર અાવ્યા હતા, જેમાંથી 3 ગેરલાયક ઠર્યા હતા અને 7 માન્ય ઠર્યા હતા, જેમાં ઊંચામાં ઊંચા ભાવ માસિક 70 લાખ રૂપિયા અને નીચામાં નીચા ભાવ માસિક 54 લાખ રૂપિયા અાવ્યા હતા. અામ છતાં કારોબારી સમિતિઅે તમામ ટેન્ડર રદ કરતા અાશ્ચર્ય ફેલાયો છે.

ભુજ નગરપાલિકાઅે ટર્મ્સ અેન્ડ કન્ડિશનમાં જણાવ્યું હતું કે, 460 સફાઈ કામદારો, 35 ટ્રેકટર, 22 છકડા ધરાવનારાઅે ટેન્ડર ભરવાના રહેશે. 460 સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવાય તો કુલ 45 લાખ 95 હજાર 400 રૂપિયા માસિક વેતન પાછળ ખર્ચ થાય. અેક ટ્રેકટરનું માસિક ભાડું 30 હજાર છે. 22 ટ્રેકટરનું માસિક ભાડું 10 લાખ 50 હજાર રૂપિયા થાય. અેક છકડાનું માસિક ભાડું 15 હજાર છે. 22 છકડાનું માસિક ભાડું 3 લાખ 30 હજાર થાય. અામ, કુલ ખર્ચ જ 59 લાખ 75 હજાર 400 રૂપિયા થઈ જાય. માન્ય 7 ટેન્ડરમાંથી ઊંચામાં ઊંચા ભાવ 70 લાખ ભરાયા હતા. જે વાજબી કહેવાય. અોછામાં અોછા ભાવ 54 લાખ ભરાયા હતા. જે તર્કમાં ઉતરતા નથી. અામ છતાં નગરપાલિકાઅે બંને ઠેકેદારમાંથી અેકેય ઠેકેદારને ન અાપ્યો જેથી અાશ્ચર્ય ફેલાયો છે.

નગરપાલિકાની ગત બોડીઅે સફાઇ માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો
ભુજ નગરપાલિકામાં 2015ની ચૂંટણીમાં ચૂંટાઈને અાવ્યા બાદ પ્રારંભના અઢી વર્ષ માટે શૈલેન્દ્રસિંહ જાડેજાના ચેરમેન પદે કારોબારી સમિતિ રચાઈ હતી. જેના દ્વારા અત્યાધુનિક સાધનો સાથે સફાઈનો ઠેકો અપાયો હતો. પરંતુ, કેટલાક લોકોઅે માહિતી અને સમજણના અભાવે વાંધા વચકા કાઢ્યા હતા. જે બાદ ચૂકવણું ન થતા ઠેકેદારે કામગીરીથી હાથ અધ્ધર કરી દીધા હતા. અામ અેક સારો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.

વધુ ખર્ચ છતાં ઓછા વળતરે કામ, ઠેકેદારના ભાવ શંકાના દાયરામાં
ભુજ નગરપાલિકાની ટર્મ્સ અેન્ડ કન્ડિશન મુજબ ઠેકેદારને માસિક 59 લાખ 75 હજાર 400 રૂપિયા ખર્ચ અાવે. અામ છતાં અેક ઠેકેદારને બાદ કરતા બાકીના 54 લાખ સુધીના નીચા ભાવ અાવ્યા હતા. અા અગાઉ ગત વખતે 44 લાખ રૂપિયામાં ઠેકો અપાયો હતો, જેથી સવાલ અે થાય છે કે, ઠેકેદારને વધુ ખર્ચ છતા અોછા વળતરે કામ કરવું પરવડે કેમ છે. અામ, ઠેકેદારના ભાવ પણ શંકાના દાયરામાં અાવી ગયા છે.

શહેરમાં સફાઈ ન થવાના કારણો સ્પષ્ટ થયા
અા સમગ્ર ઘટનાથી શહેરમાં સફાઈ ન થવાના કારણો સ્પષ્ટ થઈ ગયા છે. ઠેકેદારને માસિક 59 લાખ 75 હજાર 400 રૂપિયા ખર્ચ અાવતો હોય તો 44 લાખ રૂપિયાના વળતરે કામ કરવું પોષાય કેમ. પોષાય નહીં અેટલે સ્વાભાવિક રીતે શહેરમાં બધે અને નિયમિત સફાઈ સંભવ જ ન બને.

કારોબારીનો ખુલાસો ગળે નથી ઉતરતો
કારોબારી સમિતિઅે ટેન્ડર રદ કરવાનો ખુલાસો અાપતા જણાવ્યું છે કે, માસિક 70 લાખની રકમનો ટેન્ડર અાવ્યો હતો. જે હાલની પરિસ્થિતિને સુસંગત નથી અને ગત વર્ષની સરખામણીઅે વધુ ભાવ અાવ્યા હતા, જેથી રદ ઠરાવવામાં અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...