• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Surprise After Pakistan Zindabad Slogans Were Announced After The Results Of Dudhai Village Panchayat In Anjar Were Declared.

'પાકિસ્તાન ઝિંદાબાદ'ના કથિત નારાનો મામલો:કચ્છ એસપીએ કહ્યું- 'વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરાયો, રેલીમાં 'રાધુભાઈ ઝિંદાબાદ'ના નારાઓ જ લાગ્યા છે'

ભુજ5 મહિનો પહેલા
  • વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરનાર સામે કાર્યવાહી કરાશે- એસપી

કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના કથિત નારા મામલે નવો વળાંક આવ્યો છે. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે વાઈરલ વીડિયોની તપાસ બાદ કહ્યું છે કે, આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરાયો છે. વીડિયોમાં જે નારાઓ લાગી રહ્યા છે તે 'રાધુભાઈ ઝિંદાબાદ'ના છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરનારની ઓળખ કરી કાર્યવાહી કરવામા આવશે.

અંજાર તાલુકાના દુધઈ ગામનો વીડિયો વાઈરલ થયો હતો
અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસ યોજાયું હતું. જેમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા હોવાની વિગતો સાથે વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસન આદેશ આપવામા આવ્યા હતા. વીડિયોની તપાસ કર્યા બાદ કચ્છ પોલીસ દ્વારા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારાઓ લાગ્યા હોવાનો ઈન્કાર કર્યો છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરાયો હોવાનો દાવો કરાયો છે. વીડિયોને ખોટી રીતે વાઈરલ કરનાર સામે પણ કાર્યવાહી કરાશે.

મામલો ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા પોલીસ ધંધે લાગી
દેશવિરોધી નારા મુદ્દે કચ્છમાં ભારે ચકચાર પ્રસર્યા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કચ્છમાં ગ્રામપંચાયતની ચૂંટણી બાદ નારા લાગ્યા હતા, સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. ગુન્હો દાખલ કરાયો છે, તમામ લોકોને પકડવામાં આવશે. બોર્ડર રેન્જ આઇજી અને એસપીને તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ છે અને દેશ વિરોધી નારાબાજી કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે.

યોગી દેવનાથબાપુનું ઉતાવળીયું ટ્વિટ
કચ્છમાં રાજકીય અને સામાજીક ખલેલ પેદા કરે તેવી અા ઘટનામાં અેકલધામના મહંત યોગી દેવનાથબાપુઅે સવારે હિન્દીમાં અેવું ટ્વિટ કર્યું હતું કે, દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં અાવે અેવું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસને ટેગ કરીને કહ્યું હતું. યોગી દેવનાથજી ભચાઉ વિધાનસભાની ટિકિટના ભાજપના દાવેદાર મનાય છે, ત્યારે જાહેર જીવનમાં હોવાથી તેમણે પરિપક્વતા દર્શાવી અને થોડી રાહ જોયા બાદ જો નિવેદન કર્યું હોત તો તે ઉચ્ચિત રહે તેવી પ્રતિક્રિયા લોકોઅે અાપી હતી.

પૂર્વ કચ્છ વિહિપે પોલીસને અાવેદન પાઠવ્યું
દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ-પૂર્વ કચ્છ દુધઇના પોલીસ ઇન્સ્પેક્ટરને અાવેદન પત્ર પાઠવી અમૂક તત્વો દ્વારા વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા સમાચાર અેજન્સીઅો દ્વારા વાયરલ થઇ રહ્યા છે, તેની તપાસ કરવા તથા તેમાં સંડોવાયેલા તમામ તત્વો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

ખોટી વાત ફેલાવતા તત્વો સામે કાર્યવાહીની માગણી
સરહદી કચ્છની ગરિમાને લાંછન લાગે એવા પ્રચારનો પૂર્વ કચ્છ એસ.પી.એ ખૂદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પર્દાફાશ કરી દીધો છે. પોલીસની સતર્કતા બિરદાવવા લાયક છે.તેવું જણાવી ઔવેસીની પાર્ટી AIMIMના કચ્છના પ્રમુખ શકિલ સમાએ જણાવ્યું હતુ કે, અમુક લોકોને રાઘુુભાઈમાં પણ પાકિસ્તાન સંભળાય છે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે માહોલ ખરાબ કરવા ઇચ્છતા તત્ત્વો વિરૂદ્ધ તથા સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણી જનક પ્રચાર કરનારા ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...