તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરખાબની વિદાયનો સમય:ખડીરના રણમાં પાણી ઘટતાં સુરખાબ લાંબો સમય નહીં રોકાય, પશ્ચિમી પવન ન ફુંકાતાં પાણી ઓસરવા લાગ્યું

કકરવા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના અમરાપર-શીરાવાંઢ વાળા રણમાં આથમણા પવન ન ફુંકાવાને લીધે પાણી ઓછું અને છીછરૂં થઇ રહ્યું છે જેને લઇને ખડીરના આ રણમાં સુરખાબ પણ દૂર દૂર જઇ રહ્યા છે અને લાંબો સમય રોકાય નહી તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પાણી ઓસરે છે પણ આ વખતે નવેમ્બરમાં જ પાણી ઓછું થઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. ખડીર-રાપર વચ્ચેના રણમાં વાહનોની ખૂબ અવર જવર રહેતી હોવાથી સુરખાબ પણ તેનાથી ટેવાઇ ગયા છે અને રોડની સાવ નજીક આવી જવાથી વાહનમાં બેઠે બેઠે નયનરમ્ય નજારો જોવા મળતો હતો તેમ પૂરજી રાઠોડે જણાવ્યું હતું. રણ વચાળેથી પાકો ડામર વાળો રસ્તો પસાર થતો હોઇ સાવ નજીકથી સુરખાબ જોવાનો એકમાત્ર વિકલ્પ અહીં જ હતો. જો કે, ધોળાવીરાની બાજુમાં ભંજડા વાળા રણમાં ઉંડા પાણી રહેતા હોઇ ત્યાં લાંબો સમય સુરખાબ જોવા મળશે તે એક જમા પાસું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો