તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:RTO પાસે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના 6 વાહનની વિગત માંગી

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કમિશનરને લખેલો પત્ર ભુજ તબદલી કરાયો
  • નોન ટ્રાન્સપોર્ટ, કારનું કામ કરાવ્યાની વિગતો મોકલાઇ

સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરીના છ વાહનો પકડાયા હતા તે ભુજ આર.ટી.ઓ.માં નોંધાયેલા હોવાથી વાહન વ્યવહાર કમિશનર પાસે તેની માહિતી માંગી હતી, કમિશનરે પત્ર ભુજ આરટીઓને તબદીલ કરતા કલાકોમાં જ વાહનોની વિગત કાઢીને માહિતી ઉચ્ચકક્ષાએ પરત મોકલાવાઇ હતી. નોન ટ્રાન્સપોર્ટ અને કારનું કામ આર.ટી.ઓમાં કોણે કરાવ્યું તેની વિગતો કાઢવામાં આવી હતી.

બુધવારે સવારે કમિશનર કક્ષાએથી એક પત્ર આવ્યો હતો, જે પત્ર સુરત ક્રાઇમ બ્રાન્ચે કમિશનરને મોકલ્યો હતો. પત્રમાં છ વાહનોના નંબર લખેલા હતા અને તે વાહનોની વિગત પોલીસને આપવા માટે આદેશ થયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કચ્છની આરટીઓમાં નોંધાયેલા છ વાહનો ચોરીમાં પકડયા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જે વાહન નંબર પરથી તે વાહનમાં કોણે કોણે કામ કર્યું છે અને કઇ તારીખે કર્યું છે. તેમજ આ વાહન નંબરમાંથી કોઇ રજીસ્ટ્રેશન કેન્સલ થઇ ગયા છે કે હજુ ચાલુમાં બોલે છે તે સહિતની વિગતો કમિશનર કક્ષાએ મોકલાવાઇ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે કમિશનરને પત્ર લખ્યો હોવાથી આ તમામ વિગતો કમિશનર મારફતે તેમને પહોંચતી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, કચ્છના વાહનો અગાઉ પાલનપુર, સુરત સહિતના વિસ્તારોમાં ચોરીના કિસ્સામાં પકડાઇ ચુકયા છે, અમુક સમયે ચોરીના વાહનોમાં રજીસ્ટ્રેશન કેન્સલ થઇ ગયા હોય તે વાહનોના નંબર લગાવી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...