સફળતા ​​​​​​​:મનોવૈજ્ઞાનિક સારવાર થકી સુરજપરની બાળકી બોલતી થઈ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની લેઉવા પટેલ હોસ્પિટલના તબીબને મળી સફળતા

સામાન્ય બાળક ૧૧ મહિને પ્રથમ શબ્દ બોલતું હોય છે, ૧૮ મહિના સુધીના બાળક ૬ શબ્દ સુધી બોલી શકતું હોય છે. ૨૪ મહિના સુધીનું બાળક ૩૫ અથવા તેથી વધુ શબ્દ બોલે છે. ઓટીઝમ, મંદબુદ્ધિ, બહેરામૂંગા, સેરીબ્રલ પાલ્સી જેવી સ્થિતિને કારણે બાળકનો ભાષા તથા વાણીનો વિકાસ થઈ શકતો નથી. આવા જ એક કિસ્સામાં ભુજ તાલુકાના સુરજપરની બાળકીને મનોવૈજ્ઞાનિક સારવાર અને રિહેબિલીટેશન થકી બોલતી કરાઇ હતી. નિતિક્ષા વિનોદ કેરાઈનો 3 વર્ષ અગાઉ સ્પીચનો વિકાસ ન થવાથી બાળરોગ નિષ્ણાત ડો. દીપ કોઠારીનો નો અભિપ્રાય લીધો હતો.

જેમાં મનોવૈજ્ઞાનિક સારવાર તથા રિહેબિલિટેશનની જરૂરિયાત હોવાનું જણાયું હતું. બાળકને ભુજની લેઉવા પટેલ હોસ્પિટલ ખાતે સાયકોલોજીસ્ટ ડો.ગૌરાંગ જોશીના પ્રારંભિક મૂલ્યાંકન બાદ બાળકની થેરાપી તથા કાઉન્સેલિંગની શરુઆત કરવામાં આવી હતી. ઉપરાંત માનસિક વિકાસ માટે કોગ્નેટીવ થેરાપી તથા બિહેવિયર થેરાપી અપાતી હતી. તેની સાથે માતાપિતાને પણ તાલીમ અપાતી હતી. આજે નિતિક્ષા સામાન્ય બાળકની જેમ બોલે છે તથા તેનો આઈ કયુ સામાન્ય બાળક જેવો છે. તેમ પબ્લિક રીલેશન ઓફીસર ડો. પ્રભવ અંતાણી દ્વારા જણવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...