તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સોમવારથી શહેર મામલતદાર કચેરીએ પુરવઠાની કામગીરી થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ ઉપરાંત માધાપર, મિરજાપર, સુખપરને સમાવાયા

ભુજ શહેર અને પરા સમાન ગામો જેવા કે માધાપર, મિરજાપર, સુખપર ગામની પુરવઠાને લગતી અેટલે કે, રાશનકાર્ડને લગતી કામગીરી તા.5-7, સોમવારથી શહેર મામલતદાર કચેરીઅે કરાશે. સરકાર દ્વારા મામલતદાર કચેરી, ભુજ (ગ્રામ્ય) તથા મામલતદાર કચેરી, ભુજ(શહેર)નું વિભાજન કરાયું છે. જે મુજબ બંને કચેરીઓનું કાર્યસૂત્ર પણ અલગ અલગ કરાયું છે.

હાલે પુરવઠા (રાશનકાર્ડ) અંગેની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ (ગ્રામ્ય) ખાતે કરાય છે, જેના કારણે કોરોના વચ્ચે મોટાપાયે ભીડ અેકત્ર થતી હતી. રાશનકાર્ડને લગતી તમામ કામગીરીની સેવા તમામ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ભુજ તાલુકાનું વિભાજન કરી મામલતદાર કચેરી, ભુજ (શહેર) ખાતે સોમવારથી પુરવઠાની કામગીરી શરૂ કરાશે, જેમાં ભુજ (શહેર) ઉપરાંત માધાપર, મિરજાપર અને સુખપર વિસ્તારમાં સમાવિષ્ટ વ્યાજબી ભાવની દુકાનોમાં સમાવિષ્ટ રાશનકાર્ડ ધારકોની રાશનકાર્ડની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ-શહેર, જૂની મામલતદાર કચેરી, લેઉવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ-મુન્દ્રા રોડ ખાતે શરૂ કરાશે તેમજ અા સિવાયના તમામ ગામોની રાશનકાર્ડની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય) ખાતે કરાશે. શહેર મામલતદારના ચાર્જમાં રહેલા સી.અાર. પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, શનિવારે જ કોમ્પ્યૂટર સિસ્ટમ ગોઠવવાની સાથે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...