તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટવેવ:ભુજમાં 42 ડિગ્રી સાથે ઉનાળાના આકરા તેવર, રાજ્યમાં બીજા ક્રમે

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભુજમાં 42 ડિગ્રી સાથે ઉનાળાના આકરા તેવર, રાજ્યમાં બીજા ક્રમે

શુક્રવારે સર્વાધિક ગરમ રહેલાં ભુજમાં આંશિક રાહત સાથે મહત્તમ 42 ડિગ્રી રહેતાં બીજા ક્રમનું ગરમ શહેર બન્યું હતું. કંડલા એરપોર્ટ મથકે પારો ઉંચકાઇને 41.6 રહ્યો હતો જેને કારણે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. જો કે, સોમવારથી રાહત રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.એપ્રિલના આરંભથીજ જિલ્લા મથક ભુજમાં ઉનાળાના આકરા તેવર જોવા મળી રહ્યા છે જેને પગલે મે મહિનામાં ગરમીનું જોર કેવું રહેશે તેવા સવાલથી અકળાયેલા શહેરીજનોએ બપોરે બહાર નીકળવાનું ટાળતાં માર્ગો પર ચહલ પહલ ઓછી થઇ હતી. સૂર્યાસ્ત બાદ ઉષ્ણતામાન ઘટવાની સાથે ન્યૂનતમ 23.2 ડિગ્રી નોંધાયું હતું.

ભુજમાં પારો આંશિક નીચે ઉતર્યો હતો તેની વિપરીત કંડલા એરપોર્ટ મથકે 0.4 આંક જેટલો ઉંચો ચડતાં ગાંધીધામ, આદિપુર તેમજ અંજાર સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. કંડલા પોર્ટ પર મહત્તમ 39.1 ડિગ્રી રહ્યું હતું. નલિયામાં 37.6 રહેવાની સાથે ગરમીમાં રાહત રહી હતી તો ન્યૂનતમ 18.3 રહેતાં રાત્રે ઠંડક પ્રસરી હતી. રણકાંધીના ગામોમાં બપોરે ગરમ પવન ફુંકાયો હતો જ્યારે મહત્તમ ઉષ્ણતામાન 41થી 42 ડિગ્રી જેટલું રહ્યું હતું જેને કારણે પ્રખર તાપમાં લોકો શેકાયા હતા. દરમિયાન હવામાન વિભાગે સોમવારથી પારો એકથી બે આંક ઘટવાની સાથે આંશિક રાહત રહે તેવી શક્યતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો