તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:સુખપર સ્વામી. મંદિરના સંતો-સાંખ્યયોગી બહેનો એક માસથી કરી રહ્યા છે મુક સેવા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહોની અંતિમવિધિમાં સામગ્રી ઉપરાંત સ્વયંસેવકોના ભોજનની વ્યવસ્થા કરાય છે

મંદિરોમાં વ્યસ્ત રહેતાં સ્વામિનારાણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનો મંદિરની સેવાપૂજા ઉપરાંત કોરોના મહામારીમાં શક્ય તમામ મદદ છેલ્લા એક માસથી કરી રહ્યા છે. વર્તમાનમાં સુખપરના સ્મશાન ગૃહમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમસંસ્કાર કરતા સ્વયંસેવકો સાથે ગામના ત્રણેય મંદિરોના સાંખ્યયોગી બહેનો ધામિઁક વિધિની તમામ વ્યવસ્થામાં મદદ કરી રહ્યા છે.

આ બહેનો મૃતદેહો માટે દરરોજ સવારે મંદિરેથી તાજા ફૂલહાર, ગંગાજળ, તુલસીમાળા અને ઘી સહિતની સામગ્રી શ્રધ્ધાપુર્વક સ્મશાને પહોંચાડી રહ્યા છે. તે ઉપરાંત છેલ્લા એક મહિનાથી બપોરનું પ્રસાદીરુપ ભોજન બનાવીને સેવામાં જોડાયેલા સ્વયંસેવકોને નિયમિત રીતે પહોંચાડી રહ્યા છે. બાકીના સમયમાં મૃતાત્માઓના આત્માની શાંતિ અને મહામારીનો ઝડપી અંત આવે તે માટે સતત ભગવાનના જાપ કરવામાં આવે છે.

સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જાદવજી ભગત સહિતના અન્ય સંતો અને સ્વામિનારાયણ ક્ન્યા વિધામંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા તરબુચ, સક્કરટેટી જેવા ફળ અને ભગવાનના પ્રસાદનો લાભ આપી રહ્યા છે. સેવાની નોંધ લઇને સંઘના કાર્યકર વિરમભાઈ ભુડીયાએ સંતો અને સાંખ્યયોગી બહેનો પ્રત્યે આભાર વ્યક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...