તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઉમેદપરની સીમમાં ઝાડ પર રસ્સો બાંધી યુવાનનો આપઘાત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભીમાસરમાં વીજશોકથી દાઝેલા યુવાને દમ તોડ્યો

ભુજ તાલુકાના ઉમેદપર ગામે રહેતા યુવાને ફાસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. તો, અંજાર તાલુકાના ભીમાસરમાં રહેતા યુવકને વીજ કરંટ ભરખી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના ઉમેદપર ગામે રહેતા 35 વર્ષીય નરશીભાઇ ધનજીભાઇ ચાડ નામના યુવકની ગામની સીમમાં લીંબડાના ઝાડ પર દોરડું બાંધ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં હતભાગીના પરિવારજનોએ પધ્ધર પોલીસને જાણ કરાઇ હતી. પધ્ધર પોલીસ મથકના પીએસઆઇ આઇ.એચ. હિંગોરાએ બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હતભાગી વિદેશ કામકાજ માટે અગાઉ ગયો હતો. અને હાલ કડીયા કામ કરતો હતો. ગત રવિવારે રાત્રે કોઇ કારણોસર પોતાના ઘરેથી નીકળી ગયો હતો. અને મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ગામની સીમમાં લીંબડાના ઝાડ પર દોરડા વળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.તો, અંજારના ભીમાસરના પ્રભાતનગરમાં રહેતા 24 વર્ષીય કપિલ રમેશભાઇ વાગમશીને ગત તા.11/7 ના રોજ તેઓ પતરાનું કામ કરી રહ્યા હતા ત્યારે વીજ કેબલને અડતાં વીજશોક લાગ્યો હતો.

જેમાં દાઝી ગયેલા કપીલભાઇને પ્રથમ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમણે સારવાર દરમિયાન તા.17/7 ના રોજ દમ તોડ્યો હોવાની જાણ અમદાવાદ સિવિલ ઓપીડી ચોકીએ અંજાર પોલીસ મથકને કરતાં આ બનાવમાં પીએસઆઇ જી.બી.માજીરાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રાના શક્તિનગર પાસેથી રાજસ્થાની યુવકની લાશ મળી
મુન્દ્રાના શક્તિ નગર સ્થિત સાનિયા કોમ્પ્લેક્સ પાછળથી મંગળવારે સાંજે રાજસ્થાની યુવાનની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન તે સુનીલ શાંતીલાલ કોશા (રહે ડગાસા તાલુકો ખેતવાળા જીલ્લો ઉદયપુર-રાજસ્થાન) નામનો યુવાનની હોવાનું ખુલતાં તેને સ્થાનિક સીએચસીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યાં સીએચસીના તબીબ નિખીલ રાજગોરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હતભાગીનું મોત કુદરતી રીતે થયું હોવાનો રિપોર્ટ આપતાં મુન્દ્રા પોલીસે બનાવની નોંધ પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...