તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ભુજમાં માનસિક અસ્થિર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરજાઉમાં નળીયા રીપેર કરતા નીચે પટકાયેલા યુવાનનું મોત

ભુજમાં માનસિક બીમારીને કારણે યુવાને પોતાના ઘરમાં ગળે ફાસો ખાઇ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી, તો, અબડાસા તાલુકાના પરજાઉ ગામે મકાન પર નળીયા સંચારતા નીચે પટકાતાં વાંકુના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોતના બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ મુન્દ્રા રોડ પર ભક્તિ પાર્કમાં રહેતા રાહુલ લાભશંકર જોષી (ઉ.વ.38) નામના યુવાને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રસોડામાં છતની હુંકમાં નાયલોની દોરી વળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. હતી. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને પીએસઆઇ વી.આર.ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં હતભાગી યુવક માનસિક બીમાર હોવાનું અને તેની માતા સાથે રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ અબડાસા તાલુકાના વાંકુ ગામે રહેતા જુવાનસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.40) ગત 22 જુનના સાંજે સાત વાગ્યાના અરસામાં પરજાઉ અનગામે આવેલા અજીતસિંહ જટુભા જાડેજાના મકાનના નળિયા રીપેર કરતા હતા. ત્યારે અકસ્માતે નીચે પટકાઇ જતાં જુવાનસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે મોડી સાંજે હાજર પરના તબીબે મૃત જાહેર કરતાં જખૌ પોલીસે બનાવની જાણવા જોગ નોંધ પરથી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...