તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુની અલગ અલગ પાંચ ઘટનાઓમાં સગીર વયની એક બાળા, બે પરિણીતા તેમજ યુવાન અને આધેડ સહિત પાંચ માનવ જીંદગી પર પૂર્ણવિરામ મુકાયો ગયો હતો.
કુનરીયામાં સગીરાએ એસીડ પી જાતે ગળામાં છરી મારી મોત વહાલું કર્યું
ભુજ તાલુકાના કુનરીયા ગામે રહેતી 17 વર્ષિય શહેનાઝ મુસાભાઈ નોડે નામની સગીરાએ ગુરૂવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસીડ પી લીધુ હતું બાદમાં જાતેથી પોતાના ગળાના ભાગે છરીના ઘા મારીને આત્મહત્યા કરી લીધી હતી. ગળામાંથી પુષ્કળ લોહી નીકળી ગયું હોવાથી હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે તેનું મોત નિપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે બનાનની નોંધ લઇ આગળની તપાસ પીઆઇ એસ.બી વસાવા ચલાવી રહયા છે. ઘટના સંદર્ભે પ્રાથમિક તારણ મુજબ હતભાગી છોકરીની સગાઇનો પ્રશ્ન હોવાનું અને પરિવારજનો સબંધીને ત્યાં ગયા હતા. બાદમાં અપસેટ રહેલી સગીરાએ પાછળ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ભુજપુરમાં દાઝેલી મહિલાનો સારવારમાં જીવ ગયો
મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામે રહેતી 45 વર્ષિય નઝમાબેન શોકત ખલીફા ગત 30 જાન્યુઆરી સવારે પોતાના ઘેર રસોઈ બનાવતા હતી ત્યારે અચાનક કપડામાં આગ લાગી જતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ભુજની જી.કેમાં ખસેડાયા હતા. જ્યાં દરમ્યાન સારવાર દરમિયાન ગુરૂાવરે સવારે દમ તોડયો હતો. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
માધાપરમાં પણ દાઝેલી પરિણીતાએ દમ તોડ્યો
માધાપરના જુનાવાસમાં મતિયા કોલોનીમાં રહેતી 26 વર્ષીય સવિતાબેન અક્ષયભાઇ જોગી નામની પરિણીત મહિલા ગત 30 જાન્યુઆરીના પોતાના ઘરે ગેસ પર રસોઇ બનાવતી હતી ત્યારે ગેસ બોટલની નળી લીધ થતાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેને પ્રથમ જી.કે.જનરલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સીવીલમાં લઇ જવાતાં જ્યાં ગુરૂવારે તેણીએ અંતિમ શ્વાસ લીધો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે ઘટના સબંધિત કાર્યવાહી કરી હતી.
મુંદરામાં અકળ કારણે યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુળ યુપીના અને હાલ મુન્દ્રાના વૈદેહી નગરમાં રહેતા 34 વર્ષિય અવનીકુમાર ગોપારસિંગ નામના યુવાને પોતાના ઘરે બુધવારની રાતથી ગુરૂવારની સવાર દરમિયાન કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ પીએસઆઈ ટી. એચ. પટેલે હાથ ધરી છે.
માંડવીના મોટા લાયજા વાડીમાં પડી જતાં આધેડનું મોત
મુળ દેવભૂમિ દ્વારકાના અને હાલ મોટા લાયજામાં કરશન વાવલજી ગઢવીની વાડીમાં રહીને કામ કરતા 55 વર્ષિય રાજુભાઈ ઉર્ફે રાજુ માલદે પરમાર ગુરૂવારે બપોરે વાડીમાં પાણી વાળતા ...અનુસંધાન પાના નં.2
વાળતાં અચાનક જમીન પર બેભાન થઇ ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.