તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:માધાપરમાં એકલવાયું જીવન જીવતા યુવકને ફાંસો ખાઇ આપઘાત

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • માતા-પિતા અને બહેનના મૃત્યુ બાદ વિયોગમાં જીવનનો અંત આણ્યો

માધાપરના માર્થોમાનગર વર્માનગરમાં રહેતા એકલવાયું જીવન નિર્વાહ કરતા યુવકે રવિવારે પોતાના ઘરે ફાંસો ખાઇ ફાનિ દુનિયાને અલવિદા કરી દેતા પોલીસે યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ ચલાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ બનાવ રવિવારે શનિવારે રાત્રીના બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા દરમિયાન બન્યો માધાપર ખાતે માર્થોમાનગર વર્માનગરમાં ભૂતનાથ મંદિરવાળી ગલીમાં રહેતા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા 32 વર્ષીય જયેશભાઇ હિમતલાલ પરમાર નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

બનાવ અંગે એ વિસ્તારના રોહિતભાઇ પ્રવિણભાઇ ગુસાઇએ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે સ્થળ પર જઇને મૃતકની લાશને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે તપાસ કરતા પીએસઆઇ એમ. આર. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, મૃતક જયેશભાઇના માતા-પિતા અને બહેનનું અગાઉ મૃત્યુ થઇ ગયું હોવાથી તે એકલવાયું જીવન જીવતા હતા.

પાડોશીઓના જણાવ્યા પ્રમાણે સવારે નોકરીએ જઇને સાંજે પરત આવી પોતાના ઘરમાં રહેતા હતા. શનિવારે સાંજે નોકરી પરથી આવીને રાતથી સવાર દરમિયાન કોઇ અગમ્ય કરણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે પોલીસને હજુ સુધી આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લાખોંદમાં યુવાનની અકળ કારણે આત્મહત્યા
ભુજ તાલુકાના લાખોંદ પાટીયા પાસે આવેલી બીએમસીબીની કોલોનીમાં રહેતા અને મુળ પાલી જિલ્લાના 20 વર્ષીય કાના રામ દેવાસી નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં સીલીંગ ફેન પર મફલર બાંધીને સાંજે 4 વાગ્યાના અરસામાં આપઘાત કરી લેતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં હાજર પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો