આત્મહત્યા:ભુજમાં આધેડનો ફાંસો ખાઇને અને વયસ્કનો ઝેરી દવા પીને આપઘાત

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોટાલાયજામાં ભાઇએ ફોન વાપરવા મુદે ઠપકો આપતાં બહેને કરી આત્મહત્યા

કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવોમાં ભુજમાં એક આધેડે ઝાડ પર લટકી લટકીને ફાસો ખાધો, કૈલાશનગરમાં વયસ્કે ઝેરી દવા પી જીવદીધો, માંડવીના લાયજામાં ફોન મુદે ભાઇના ઠપકાનું લાગી આવતા 17 વર્ષીય સગીર કન્યાએ વીજ પોલ પર દુપટ્ટા વડે ફાસો ખાઇ મોત વહોર્યું જ્યારે પૂર્વ કચ્છના કંડલા દીનદયાળ પોર્ટ પર ઘાયલ આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ભુજના ભાનુશાલી નગર પાછળ રઘુવંશીનગરમાં રહેતા 42 વર્ષીય ધર્મેશ શંભુગર ગુસાઇ નામના આધેડે રવિવારની બપોરથી સોમવારની સવાર દરમિયાન ભુજ મદદનીશ પશુ ચિકિત્સકની કચેરી પાછળ જુની કચેરીની પાછળ આવેલા ઝાડ પર રસ્સો બાંધીને કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. તો, ભુજના કૈસાશનગર ખાતે રહેતા બાબુભાઇ જુમાભાઇ મહેશ્વરી (ઉ.વ.58)એ રવિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમિયાન સોમવારે સવારે મૃત્યુ થયું હતું.

એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને પીએસઆઇ વી.એસ.ચૌહાણે આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે. તો, બીજીતરફ માંડવીના મોટા લાયજા ગામે રહેતી 17 વર્ષની સાંતાબેન રામજીભાઇ પટ્ટણી નામની સગીરાને તેના ભાઇએ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવા મુદે ઠપકો આપતાં સાંતાબેનને મનપર લાગી આવતાં ગામની સીમમાં જઇને રવિવારે સાંજે વીજ પોલના ટાવરના એંગલ પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.માંડવી પોલીસે બનાવની નોંધ લઇ પીએસઆઇ ભાવેશભાઇ જે.ભટ્ટએ આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે અંજારના અંબાપર ખાતે રહેતા 45 વર્ષીય શંભુભાઇ નારાણભાઇ ખટારિયા નામના શખ્સ કંડલા દીન દયાળ પોર્ટ પર ડમ્પર ખાલી કર્યા બાદ ડમ્પરના પાછળનો ફાલકો અચાનક ખુલી જતાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે આદિપુર હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન હતભાગી શંભુભાઇએ અંતિમ શ્વાસ લીધો હતો. કંડલા મરીન પોલીસ મથકે અકસ્માત મોત નોંધી વધુ તપાસ પીએસઆઇ આર. કે. દેસાઈએ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...