ભુજની મંગલમ હોટલના રૂમમાં દહિસરા ગામના 47 વર્ષીય શખ્સે ફાસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ટીમ સ્થળ પર જઇ પંચનામાની કાર્યવાહી કરી હતી. દહિંસરા ગામે રહેતા વિશ્રામભાઇ ભીમજીભાઇ ગાંગજીયાણી કરેલી જાહેર વિગતો પરથી પોલીસે જણાવ્યું હતું કે દહિંસરા રહેતા શશીકાન્તભાઇ વિશ્રામભાઇ ગાંગજીયાણી (ઉ.વ.47)એ માનસિક બીમારીના કારણે ટેન્શનમાં હોઇ મંગળવારે બપોરે ભુજની મંગલમ હોટલમાં રૂમ નંબર 117માં પંખા પર ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં હાજર પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. ઘટના અંગેની એ ડિવિઝન પોલીસ નોંધ કરી સબ ઇન્સ્પેકટર બી.એસ.જાડેજાએ હાથ તપાસ શરૂ કરી છે. મૃતક લાંબા સમયથી માનસિક બીમાર હતો અને ત્રણેક વર્ષથી તેના પત્ની પુત્ર પાસે જતો ન હતો. માનસિક ટેનશનના કારણે દહિસરા ખાતે પિતાના ઘરે કે મંદિરમાં જતો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. આધેડના આપઘાત પાછળના સચોટ કારણો જાણવા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.