સૂચન:કચ્છ પ્રવેશ માટે ત્રીજા માર્ગ ટીકરથી પલાંસવા રોડને અગ્રતા આપવા સૂચન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી, આરોગ્ય, વિજળી, ટોલનાકા પરની સમસ્યા અંગે અધિકારીઓ સાથે છણાવટ કરાઇ
  • ​​​​​​​સંકલન સમિતિની બેઠકમાં મહત્વના 10 પ્રોજેક્ટ અંગે ચર્ચા

ભુજમાં કલેક્ટર કચેરીઅે મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઇ હતી.કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કચ્છના મહત્વના સ્મૃતિવન-ભુજ અને વીર બાળ ભૂમિ સ્મારક-અંજાર, પાણી પુરવઠા યોજના, રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ, ભુજ-ભચાઉ રોડ, માતાના મઢના વિકાસ કામો સહિત 10 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ કેનાલ બ્રિજ, રસ્તા પુરાણ કામ, ભીમાસર-અંજાર-ભુજ રોડની કામગીરીની વિગતો મેળવી હતી.

ગાંધીધામ ઓવરબ્રિજ, ચાંદરાણી-ભુજપુર રોડ, ભચાઉથી લોધેશ્વર માર્ગની કામગીરી તેમજ ગળપાદર, સામખિયાળી રોડ, ઘડુલી-સાંતલપુર રોડ, સૂરજબારી અને સામખિયાળી ટોલનાકા પરની સમસ્યાઓ પણ ચર્ચાઇ હતી. કચ્છ પ્રવેશ માટે ત્રીજો રસ્તો ટીકરથી પલાંસવા માર્ગ સત્વરે બને તે અંગે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યોઅે સૂચન કર્યું હતું. જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયા, રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પ્રશ્નોની છણાવટ કરાઇ હતી.

મુન્દ્રામાં નર્મદા જમીન કેનાલ સંપાદન, છારીઢંઢ પાણી ભરાવ વિસ્તાર, વિજ સબસ્ટેશન ભાનાડા, વન વિભાગની હદ, બાઉન્ડ્રી દિવાલ, નખત્રાણાના પુંઅરેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો, વીજળી, અારોગ્ય, બિદડાની ગાૈચર જમીન, માંડવી તાલુકાના બિન રેવન્યુ ગામોને બાંધકામ વિકાસના કામો કરવા બાબત, જંત્રી ભાવ, નખત્રાણાની પડતર જમીનમાં ટાઉનહોલ, અતિવૃષ્ટિમાં અબડાસાના ખેડૂતોને વળતર, કોટેશ્વર મહાદેવની વિકાસ કામગીરી, પોસ્ટ ઓફિસની અનિયમિતતા, માંડવીના કોટડીને ગામતળમાં ફેરવવા સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રોડને રીસરફેસ કરવાની દરખાસ્ત મુકાશે. અા સંબંધિત વિભાગોના અધિકારીઅો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...