તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સુધરાઇએ ટ્રેકટર ને ટેન્કર ભાડે આપવા-લેવામાં ગરબડ કરી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ નગર પાલિકામાં ભ્રષ્ટાચાર એ નવી વાત નથી. ક્યાં નથી થતો એ જ એક પ્રશ્ન છે. વખતોવખત કોઈને કોઈ માધ્યમ દ્વારા તે બહાર પડ્યું છે, છતાં તંત્ર પર કોઈ અસર નથી. હાલ રાજકીય નેતાવિહોણી ભુજ સુધરાઇની ગત બોડીએ કારોબારી સમિતિની બેઠકમાં ટ્રેકટર ભાડે આપવા અને લેવામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાને કર્યો છે.

જુલાઈ મહિનામાં બોલાવાયેલી કારોબારી બેઠકમાં ટ્રેકટર ભાડે લેવા માટે મંજૂર કરાયેલા ભાવ મુજબ શ્રીજી એન્ટરપ્રાઈઝ અને મમણ ટ્રેકટરને ભાડે આપવાનું નક્કી કરી મહિને 12 હજાર રૂપિયા એટલે કે દરરોજના ચારસો રૂપિયાના દરે ભાડે આપેલ છે. ડોર ટુ ડોર કલેક્શન માટે કરાયેલ કરાર મુજબ આ રીતે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવશે તેવો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસ લઘુમતિ સેલના પ્રમુખ સાહેજાદ સમાએ કર્યો હતો. તે જ રીતે પાણીના સમ્પ પરથી પાણી ભરીને ફેરા કરવા માટે ટેન્કરના પ્રતિદિન 1545 રૂપિયા ચૂકવવા શા માટે જોઈએ. જો માલિકીના હોય તો સુધરાઇના સત્તાધીશો શા માટે બહારથી ઊંચા ભાવે ભાડે રાખે છે. ઇજનેરી કાર્યો માટે 1.5 ટકા લેખે પ્રાઇવેટ એજન્સી નીમવામાં આવી છે. ઇજનેર બેની જગ્યાએ બાર જેટલા નીમી અને કૌભાંડ આચરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો