તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કોરોનાગ્રસ્ત 16 ગર્ભવતીઓનું સફળતાપૂર્વક સિઝેરિયન કરાયું

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનરલ હોસ્પિટલમાં માતા-બાળકને સુરક્ષિત રખાયા

કચ્છમાં કોરોનાની બીજી લહેર જ્યારે એપ્રિલ અને મે મહિનામાં તેના ટોચ ઉપર હતી ત્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત 16 ગર્ભવતી મહિલાઓનું સફળતા પૂર્વક સિઝેરિયન કરી માતા અને બાળકને સુરક્ષિત રાખવામા સ્ત્રીરોગ વિભાગને સફળતા મળી હતી.

આ અંગે વધુ વિગતો આપતાં ડો. રામ પાટીદારે જણાવ્યું હતું કે, એસો.ડીન ડો. એન.એન.ભાદરકાના માર્ગદર્શન હેઠળ કોવિડથી સીમિત, ગંભીર અને હળવા એમ ત્રણ શ્રેણીમાં સંક્રમિત મહિલાની પ્રાણવાયુની જરૂરિયાત મુજબ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓને ગર્ભમાં જ્યારે 32થી 34 હપ્તાનું બાળક પરિપક્વ થઈ જાય ત્યારે સિઝેરીયન આવશ્યક બની જાય છે. આવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે સિઝેરીયનથી બાળકને લેવાય નહીં તો બાળક માટે જોખમ વધી જાય છે. કારણ કે, માતા પોઝિટિવ હોવાને કારણે જરૂરી ઈંજેકશન અપાય તો સુગર વધી જાય તાવ આવે અને ઘણીવાર બાળક પેટમા જ મૃત્યુ પામે તેવી સંભાવના રહે છે.

આ બધા જોખમો સામે સિઝેરીયન એ જ સુરક્ષિત હોવાથી આમ કરવામાં આવ્યું હતું. સ્ત્રીરોગ વિભાગના ડો. ચાર્મી પવાણી, ડો. મહાશ્વેતા ગુરુ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. નિરાલી ત્રિવેદી અને ડો. જલદીપ પટેલે સેવા આપી હતી. આ ઉપરાંત ઓક્સિજનની જરૂર નહોતી તેવી 5 કોરોનાગ્રસ્ત સગર્ભાના ઘરે જ વ્યવસ્થા કરીને પૂરા સમયે જ ડિલિવરી થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...